GUJARAT INDIA

ભાજપના પ્રદેશ પ્રમુખ કોરોનાની ઝપેટમાં આવતા સંપર્કમાં આવેલ મંત્રીઓમાં ફફડાટ-જાણો વિગતે

જ્યારથી સી.આર.પાટીલની ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે ત્યારથી તેઓ પ્રવાસ કરી રહ્યા છે.તેમજ મંત્રીઓ અને સંગઠનના હોદ્દેદારો સાથે સતત મુલાકાતોમાં વ્યસ્ત છે. ખાસ કરી તેમની રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિગનો દાટ વાળવામાં આવી રહ્યો હોવાથી કોરોના સંક્રમણ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવતી હતી. જે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન હાજર રહેલા અનેક નેતાઓ,મંત્રીઓ, ધારસભ્યો, સાંસદો, જિલ્લાના આગેવાનો કોરોના સંક્રમિત થયા છે, ત્યારે ગઈકાલે(8 સપ્ટેમ્બર) સી.આર. પાટીલ નબળાઈ જણાતા એપોલો હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયા હતા. જ્યાં તેમનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટિજન ટેસ્ટ કરાયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. જો કે આમ છતાં તેમનો RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટીલના સંપર્કમાં આવેલા તમામ MLA-MP અને કાર્યકરો આઈસોલેટ નહીં થાય તો સુપર સ્પ્રેડર બની શકે
સી.આર.ના સંપર્કમાં આવેલા ધારાસભ્યો, સાંસદો, આગેવાનો અને કાર્યકરો આઈસોલેટ નહીં થાય તો કદાચ સુપર સ્પ્રેડર બની ગુજરાતમાં કોરોનાનો કહેર મચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *