INTERNATIONAL

WHO એ આપ્યા ખુશીના સમાચાર: સ્ટીરોઇડ દવાઓથી બચાવી શકાય છે લોકોના જીવ-જાણો તેના ફાયદા

આ રિસર્ચને WHOએ મંજૂરી આપી દીધી છે. સંસ્થાના જણાવ્યા પ્રમાણે, સ્ટીરોઈડ દવાઓ કોરોનાવાઈરસના ગંભીર દર્દીઓને આપી શકાય છે. આ દવાઓ સંક્રમણથી થતાં મૃત્યુની સંખ્યામાં 20 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. જો કે, પ્રારંભિક લક્ષણોવાળા દર્દીઓને તે આપવાની જરૂર નથી.

રિસર્ચના પરિણામો શું કહે છે? જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનમાં આ નવા રિસર્ચના પરિણામો પ્રકાશિત થયા છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કોરોનાથી બીમાર પડેલા 100માંથી ઓછામાં ઓછા આઠ લોકોનો જીવ સ્ટીરોઈડના ઉપયોગથી બચાવી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, રિસર્ચના પરિણામો પ્રભાવશાળી છે, પરંતુ સ્ટીરોઈડ કોરોનાવાઈરસની સારવાર ક્યારેય ન હોઈ શકે.

WHOનું શું કહેવું છે? WHOના ક્લિનિકલ કેર હેડ જેનેટ ડિયાઝના જણાવ્યા પ્રમાણે, સ્ટીરોઈડ દવાના ત્રણ ટ્રાયલ કરવામાં આવ્યા છે. ટ્રાયલમાં એ વાત સામે આવી છે કે, કોરોના પીડિતોને આ દવા આપવાથી મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે

સ્ટીરોઈડ શું છે? સ્ટીરોઈડ એક પ્રકારનો રાસાયણિક પદાર્થ છે જે આપણા શરીરની અંદર જ બને છે. તે ઉપરાંત તે પ્રાકૃતિક રાસાયણિક પદાર્થનું રાસાયણિક સ્વરૂપ પણ છે, જેનો ઉપયોગ કોઈ ખાસ બીમારીની સારવાર માટે કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *