GUJARAT VADODARA

ફાઈવ સ્ટાર હોટેલ બનાવાના બહાના કાઢી બેન્ક પાસેથી પડાવી આટલી મોટી રકમ-જાણીને ચોંકી જશો

ડાયમંડ પાવરના પ્રમોટર્સે હોટલ બનાવવા માટે 54 કરોડ રૂપિયાની લોન લીધા બાદ હોટલ બનાવી જ નહોતી,આ પહેલાં પણ ડાયમંડ પાવરના પ્રમોટર્સે 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવીને ઉઠમણું કર્યું હતું,વડોદરાના અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત 21 સામે EDએ ફરિયાદ નોંધાવી હતીવડોદરાના ડાયમંડ પાવર લિમિટેડ કંપનીના 2654 કરોડના બેંક લોન કૌભાંડના ડાયમંડ પાવરના નવ પ્રમોટર્સ સામે CBIએ આજે વધુ એક ગુનો દાખલ કર્યો છે. બેંક ઓફ ઇન્ડિયા સાથે 54 કરોડની છેતરપિંડીને લઈને ડાયમંડ પાવરના પ્રમોટર્સ સામે CBIએ કેસ દાખલ કર્યો છે. વડોદરામાં 5 સ્ટાર હોટલ બનાવવા બેંક લોન લીધી હતી, પરંતુ એ ક્યારેય બની જ નહોતી.CBIએ દાખલ કરેલા કેસમાં આરોપીઓમાં માયફેર લેઝર લિમિટેડ, રાજેશ નિમકર, માધુરીલતા સુરેશ ભટનાગર(ડાયરેક્ટર), મોના એ. ભટનાગર(ડાયરેક્ટર), રીચે એ ભટનાગર(ડાયરેક્ટર), નમો નારાયણ ભટનાગર(ડાયરેક્ટર), સંગ્રામ જયરાજ બારોટ(ડાયરેક્ટર), નોર્થવે સ્પેસિસ લિમિટેડ, અજાણ્યો પબ્લિક સર્વન્ટ અને પ્રાઇવેટ વ્યક્તિનો સમાવેશ થાય છે

દેશની વિવિધ 12 બેન્કમાંથી રૂ.2,654 કરોડનું ધિરાણ મેળવીને ઉઠમણું કરનારા વડોદરાના અમિત ભટનાગર, સુમિત ભટનાગર સહિત 21 જણા સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ(ED)એ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી હતી. ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ. કંપનીના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક અધિકારીઓ સાથે કાવતરૂં રચીને અન્ય શખસો દ્વારા ખોટા દસ્તાવેજો અને રેકોર્ડ્ઝ બનાવી 2654.40 કરોડ મેળવવામાં આવ્યા હતા. આ કંપની કેબલ્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. આ બેંકોમાં બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, ICICI બેંક, અલાહાબાદ બેન્ક, એક્સિસ બેન્ક, દેના બેંક, SBI, IOB, IFCI અને અન્ય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ 2654 કરોડની લોનકૌભાંડના મામલે વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ.કંપનીના એમ.ડી અને જોઇન્ટ એમ.ડી સામે ગુનો નોંધ્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રા.કંપનીના સંચાલકોએ 2008થી દેશની 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવી હતી. સીબીઆઇએ કંપનીના સંચાલકો અને બેંક અધિકારીઓએ સાથે મળી ખોટા દસ્તાવેજ અને રેકોર્ડ્ઝ મેળવી છેતરપિંડી કરાઈ હોવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કંપનીના સંચાલકો દ્વારા 12 બૅન્કના કન્સોર્ટિયમમાંથી છેતરપિંડીથી ફાયદો ઉઠાવ્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રા.લિ. કંપનીના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દ્વારા બેંક અધિકારીઓ સાથે કાવતરું રચી અન્ય શખસો દ્વારા ખોટા દસ્તાવેજો અને રેકોર્ડ્ઝ બનાવી 2654.40 કરોડ મેળવવામાં આવ્યા હતા. આ કંપની કેબલ્સ અને અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની સાવલીની વડોદરામાં જમીન, મશીનરી સહિત કુલ 853.38ની મિલકત ટાંચમાં લેવાઈ હતી. આ ઉપરાંત ગોરવા બીઆઇડીસી ખાતેની કોર્પોરેટ ઓફિસ, સાવલી તાલુકાના વડદલા ખાતે કંપનીના પ્લાન્ટ, ડીપીટીએલની રણોલી ખાતે આવેલા પ્લાન્ટ, પ્રમોટર ભટનાગર પરિવારના નિઝામપુરા અને ન્યુ અલકાપુરીના વૈભવી બંગલા અને ફલેટ્સ, કંપનીના અલકાપુરી, કરોડિયા રોડ અને તાંદલજા-કલાલી રોડ પરના ન વેચાયેલા ફ્લેટ્સ, જૂના પાદરા રોડ વિસ્તારમાં આવેલી એક બાંધકામ હેઠળની હોટલ, ડીપીઆઇએલની સાવલી તાલુકાના અને એને સંબંધિત કંપનીઓની જમીનો અને મિલકતો, ભુજ ત્રણ વિન્ડ મિલોની મિલકત ટાંચમાં લેવાઈ હતી.ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ, અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર, સુરેશ નરીન ભટનાગર, મેસર્સ આરકોન એન્જિકોન લિમિટેડ, ચન્દ્રશેખર પંચાલ, એકોર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મેસર્સ રુબી કેબલ લિમિટેડ, ચિરાગ નેમચદ ગડ્ડા, મેસર્સ જિન્દાલ એલ્યુમિનિયમ ફોઈલ્સ પ્રા.લિ., ભગવાનદાસ જિન્દાલ, મેસર્સ ડાયમંડ પાવર ટ્રાન્સફોર્મલ લિમિટેડ, મેસર્સ ડાયમંડ પ્રોજેકટ લિમિટેડ, મેસર્સ મેફેર લીઝર્સ લિમિટેડ, મેસર્સ નોર્થવે સ્પેસિસ લિમિટેડ.

541 Replies to “ફાઈવ સ્ટાર હોટેલ બનાવાના બહાના કાઢી બેન્ક પાસેથી પડાવી આટલી મોટી રકમ-જાણીને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *