DELHI INDIA

રાહુલ ગાંધીનો મોદી સરકાર પર કપરો પ્રહાર, કહ્યું એવું કે-જાણીને ચોંકી જશો

કોંગ્રેસ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કોરોના વાયરસ સામેની ‘સુનિયોજિત લડાઈ’ એ ભારતને મુશ્કેલીઓની ખીણમાં ધકેલી દીધો છે. જેનાથી GDPમાં લગભગ 24 % નો ઘટાડો, 12 કરોડ જેટલી નોકરીઓ ગઈ, 15.5 કરોડ રૂપિયાની વધારાની તણાવપૂર્ણ લોન અને વિશ્વમાં કોરોનાના દરરોજ સૌથી વધુ કેસો અને મૃત્યુનાં આંકડા સામે આવ્યા છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર સાધ્યું નિશાન,કોંગ્રેસે મોદી સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોરોનાના વધતી કેસની સંખ્યા અને મહામારી પર અસરકારક રીતે કાબુ મેળવ્યો નથી. જોકે કેન્દ્રની મોદી સરકારે રાહુલના આરોપોને નકારી દીધા છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું છે કે કોરોના સામે મોદી સરકારની ‘સુઆયોજિત લડાઇ’ એ ભારતને ભૂગર્ભમાં ધકેલી દીધું છે.

રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં તે મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, જેના પર કોરોનાની સૌથી વધુ અસર થઇ છે. પ્રથમ, GDP માં 24% નો ઘટાડો, બીજો- 12 કરોડ નોકરીઓમાં ઘટાડો, ત્રીજું- 15.5 કરોડ રૂપિયાની વધારાની તણાવપૂર્ણ લોન અને ચોથું- વિશ્વમાં કોરોનાના દરરોજ સૌથી વધુ કેસો અને મૃત્યુનાં આંકડા સામે આવ્યા છે.રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું હતું કે પરંતુ દેશની સરકાર અને મીડિયામાં બધું સારું (સબ ચંગા સી) છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 46 લાખને પાર થઇ ગયા છે, જો કે 36 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે અને દેશનો રિકવર કર 77.77 % છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *