INDIA NATION

ભારતે સંક્રમણમાં અમેરિકા અને બ્રાઝીલને પણ પડ્યા પાછા, એક જ સપ્તાહમાં આંકડો પહોંચ્યો ભયંકર ઉંચાઈએ-જાણીને ચોંકી જશો

દેશમાં કોરોનાના કેસ 50 લાખથી વધુ થઈ ગયા છે. રોજ 85થી 96 હજારની વચ્ચે નવા દર્દીઓ આવી રહ્યાં છે. જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો નવેમ્બર સુધીમાં એક કરોડ કેસ થઈ જશે. છેલ્લા એક સપ્તાહ પર નજર કરીએ તો વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે.વિશ્વના ત્રણ સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝિલના 9થી 15 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન દેશમાં 5 લાખ 55 હજાર 38 કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે અમેરિકામાં 2 લાખ 27 હજાર 55 અને બ્રાઝિલમાં 1 લાખ 84 હજાર 977 પોઝિટિવ કેસ મળ્યા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 19 લાખ 53 હજાર 602 સંક્રમિત વધ્યા છે.દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને વટાવી ગયો છે. અત્યારસુધીમાં 50 લાખ 18 હજાર 34 લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકની અંદર 91 હજાર 96 નવા દર્દીઓ વધ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ મંગળવારે 90 હજાર 123 દર્દી વધ્યા અને 1290 લોકોનાં મોત થયાં. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50 લાખ 20 હજાર 360 થઈ છે. એમાંથી 39 લાખ 42 હજાર 361 દર્દી સાજા થયા છે. 9 લાખ 95 હજાર 933 એક્ટિવ દર્દી છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 82 હજાર 66 લોકોએ જીવ ગુમાવ્યો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)એ બુધવારે જણાવ્યું હતું કે 15 સપ્ટેમ્બરે 11 લાખ 16 હજાર 842 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યારસુધીમાં 5 કરોડ 94 લાખ 29 હજાર 115 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.પુણેના સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના ટ્રાયલની પરવાનગી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCJI)એ મંગળવારે રાતે આ મંજૂરી આપી. બ્રિટનમાં આ વેક્સિનના ટ્રાયલમાં સામેલ એક વ્યક્તિની તબિયત ખરાબ થયા પછી ટ્રાયલને રોકવામાં આવી હતી. હવે અહીં ટ્રાયલ ફરીથી શરૂ થઈ છે. આ ઘટના પછી ભારતમાં ડ્રગ કન્ટ્રોલરે 11 સપ્ટેમ્બરે ટ્રાયલને રોકી દીધી હતી.

2 Replies to “ભારતે સંક્રમણમાં અમેરિકા અને બ્રાઝીલને પણ પડ્યા પાછા, એક જ સપ્તાહમાં આંકડો પહોંચ્યો ભયંકર ઉંચાઈએ-જાણીને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *