INTERNATIONAL

રશિયાની વેક્સિનની 2 કંપનીઓ દ્વારા ડીલની ચર્ચા કર્યા બાદ છેવટે આપણને ક્યારે મળશે વેક્સિન?-જાણો સંપૂર્ણ વિગત

ભારતમાં ફાર્માસ્યુટિકલ કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ(DRL)એ 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે તેઓ કોવિડ-19ને રોકવા માટે રશિયામાં બનેલી SPUTNIK V વેક્સિનના 10 કરોડ ડોઝ ભારતમાં લાવશે. આની પહેલાં જરૂરી રેગ્યુલેટરી ક્લિયરન્સ લઈને ફેઝ-3ના હ્યુમન ટ્રાયલ્સ શરુ કરશે. એ વાત નક્કી છે કે પરવાનગી મળી ગયા પછી ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડની સાથે SPUTNIK Vના છેલ્લા ફેઝના ટ્રાયલ્સ પણ આપણે ત્યાં શરુ થશે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ડૉ. રેડ્ડીઝની સાથે ગુજરાતની કંપની કેડિલા હેલ્થકેરની પણ રશિયા સાથે વાતચીત ચાલી રહી છે. તેવામાં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે અંતે કોરોના વાઈરસથી છુટકારો ક્યારે મળશે? આપણા દેશમાં વેક્સિન ક્યારે આવશે?

ડૉ. રેડ્ડીઝે રશિયાની વેક્સિન SPUTNIK V માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ડીલ કરી છે. ટૂંક સમયમાં તેઓ ફેઝ-3ના ટ્રાયલ્સ માટે પણ અરજી કરશે. આ પરિસ્થિતિમાં આપણને વેક્સિન ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે.હાલના સમયે ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડના પણ ફેઝ-2 અને 3ની ટ્રાયલ્સ ભારતમાં ચાલુ છે. એના શરૂઆતનાં પરિણામો પણ એક-બે મહિનામાં સામે આવી શકે છે. એને આધારે જ ભારતીય ડ્રગ રેગ્યુલેટર કોઈ નિર્ણય લેશે. આ વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવી શકે છે.એવા સમાચાર પણ મળ્યા છે કે રશિયાનું ગ્રુપ RDIF ઓછામાં ઓછા ચાર ભારતીય ડ્રગમેકર્સ સાથે ડીલ કરવા માગે છે. ડૉ. રેડ્ડીઝ પછી તેમની વાત અમદાવાદની ઝાયડસ કેડિલા સાથે પણ થઈ રહી છે. તેમનો હેતુ વેક્સિનનું પ્રોડક્શન વધારવાનો છે. ગુજરાતની કંપનીની વાતચીત એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે.આ ડીલ્સ અને સમાચારોનો અર્થ એ છે કે રશિયાની વેક્સિનનું મોટા પાયે ભારતમાં ઉત્પાદન થશે. ICMR પહેલાં જ સંકેત આપી ચૂક્યું છે કે હાઈ રિસ્ક ગ્રુપ્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વેક્સિનને જલદી મંજૂરી મળી શકે છે. વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે એ મંજૂરી પર નિર્ભર કરે છે.સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને સંસદમાં કહ્યું હતું કે તમામ વિકલ્પો ખુલ્લા છે. ભારતમાં આગામી વર્ષની શરૂઆતમાં વેક્સિન મળી જશે. એક્સપર્ટ ગ્રુપે ડિસ્ટ્રિબ્યુશન માટે એડવાન્સ પ્લાનિંગ પણ કર્યું છે. આ પહેલાં પણ હર્ષવર્ધને જણાવ્યું હતું કે આવતા વર્ષે માર્ચ મહિના સુધી વેક્સિન મળી જશે.

જ્યાં સુધી રશિયાની વેક્સિનના ફેઝ- ટ્રાયલના કોઈ ડેટા સામે નથી આવતા ત્યાં સુધી કશું કહી શકાય તેમ નથી. ઓક્સફર્ડ/એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડને અત્યારસુધી સૌથી સુરક્ષિત વેક્સિન માનવામાં આવી રહી હતી.રશિયાના સ્વાસ્થ્યમંત્રી મિખાઈલ મુરાશ્કોએ જણાવ્યું છે કે રશિયાના સાતમાંથી એક અર્થાત 14% કોવિડ વેક્સિન વોલન્ટિયર્સમાં આડઅસરો જોવા મળી રહી છે. તેમનામાં નબળાઈ અને સ્નાયુઓમાં દુખાવા જેવી સમસ્યાઓ જોવા મળી છે. જોકે એ બીજા દિવસે સામાન્ય થઈ જાય છે. આ આડઅસરો પ્રિડિક્ટેબલ છે.લેન્સેટ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં પ્રાથમિક પરિણામો અનુસાર, વેક્સિનનો પ્રતિકૂળ પ્રભાવ પણ છે. સૌથી વધારે 58% વોલન્ટિયર્સને ઈન્જેક્શનની જગ્યાએ દુખાવો, 50%ને તાવ, 28%ને નબળાઈ અને 24%ના સ્નાયુઓમાં દુખાવો થયો હતો અર્થાત રશિયાની વેક્સિનની પણ આડઅસરો છે.

2 Replies to “રશિયાની વેક્સિનની 2 કંપનીઓ દ્વારા ડીલની ચર્ચા કર્યા બાદ છેવટે આપણને ક્યારે મળશે વેક્સિન?-જાણો સંપૂર્ણ વિગત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *