INTERNATIONAL

કોરોનાની વેકસીન અંગે ઓક્સફર્ડએ આપ્યા મોટા સમાચાર, આ સમય દરમિયાન થશે વેક્સીન ઉપલબ્ધ-જાણો વિગતે

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન એક વોલન્ટિયરની તબિયત લથડતાં તેની તપાસ એક્સપર્ટના એક ગ્રુપે શરૂ કરી છે. ભલે આ ઘટનાએ વેક્સિનની સ્પીડ ઓછી કરી હોય, પરંતુ વૈજ્ઞાનિક એને સારી બાબત ગણાવી રહ્યા છે.જોકે WHOએ કહ્યું છે કે આ ઘટનાથી નિરાશ થવાની જરૂર નથી. વેક્સિનના ટ્રાયલમાં આવું થાય છે. આ ઘટનાને લીધે ઓક્સફર્ડ વેક્સિનના ચાલી રહેલા ભારતનાં ટ્રાયલ્સ પર પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ રોક લગાવી છે.

ભારતમાં અત્યારસુધીમાં 100 વોલન્ટિયર્સને વેક્સિનનો ડોઝ અપાયો,ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની વિકસિત કોવિશિલ્ડ વેક્સિનનું ભારતમાં ફેઝ-2 અને ફેઝ-3નાં કમ્બાઈન્ડ ટ્રાયલ્સ ચાલી રહ્યા હતા. આ ટ્રાયલ્સ કરનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ ભારતમાં ટ્રાયલ્સ પર રોક લગાવી છે.ભારતમાં અત્યારસુધીમાં 100 વોલન્ટિયર્સને ટ્રાયલ હેઠળ વેક્સિનના ડોઝ અપાયા છે. આ ટ્રાયલ્સ પૂરાં કરવા માટે આશરે 1600 વોલન્ટિયર્સ એનરોલ કરવાની યોજના છે. એવામાં ભારતના ડ્રગ રેગ્યુલેટરે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને શૉ કોઝ નોટિસ ફટકારી છે.

જીનિવામાં WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને કહ્યું હતું કે ઓક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકાની વેક્સિનનાં ટ્રાયલ્સ પર રોક લાગવી એ કોઈ નવાઈ પમાડે એવી વાત નથી. તેઓ જણાવે છે કે વેક્સિન નિર્માણની પ્રક્રિયા હંમેશાં ફાસ્ટ એન્ડ સ્ટ્રેઇટ રોડ જેવી નથી હોતી.
તેમણે કહ્યું હતું કે આ ઘટનાને વેક અપ કોલ માની શકાય છે. તમામ માટે એક પાઠ છે કે રિસર્ચમાં અપ એન્ડ ડાઉન આવે છે. ક્લિનિકલ ડેવલપમેન્ટમાં પણ તેમ થાય છે. એના માટે પણ તૈયાર રહેવું જોઈએ.તો એસ્ટ્રાઝેનેકાના CEOએ દાવો કર્યો છે કે જે વોલન્ટિયરને ન્યૂરોલોજિકલ સમસ્યા આવી તેને ડમી નહિ, પરંતુ વાસ્તવિક વેક્સિનનો ડોઝ અપાયો હતો. અત્યારસુધીમાં એ સમજી નથી શકાયું કે સ્પાઈન કોડને પ્રભાવિત કરનાર ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરનું કારણ વેક્સિન છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *