Uncategorized

કોરોના વેક્સિનને લઈને કરાયા કેટલાક ચોંકાવનારા ખુલાસા-જાણો વિગતે

કોરોના વાઇરસની રસી અને એની યોગ્ય સારવાર માટે દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યાં છે. આ દરમિયાન કોરોના સંબંધિત કેટલાંક ચોંકાવનારા રિસર્ચ પણ સામે આવી રહ્યાં છે. એમાં એક વિશેષ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિઓને કોરોનાથી ઓછું સંક્રમણ થાય છે તેમ કહેવાય છે. તો અમેરિકાની સંસ્થા CDCના ડાયરેક્ટરે પણ કોરોનાથી બચવા માટે વેક્સિનથી વધારે માસ્ક વધારે અસરકારક ગણાવ્યું. જાણો કોરોના સંબંધિત આવાં 3 ચોંકાવનારાં રિસર્ચ વિશે…


ઓસ્ટ્રેલિયામાં આશરે 10 લાખ લોકોનાં DNA પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે O+ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ પર વાઈરસની અસર ઓછી થાય છે. આ પહેલાં હાર્વર્ડના એક રિપોર્ટમાં પણ કહેવાયું હતું O+ બ્લડ ગ્રુપ ધરાવતા કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ સંક્રમણની ગંભીરતા અને ડેથ રેટમાં બાકી લોકોની સરખામણીએ કોઈ ખાસ ફરક જોવા મળ્યો નથી. ઘણા દેશોમાં આ મામલે રિસર્ચ હજુ ચાલી રહ્યાં છે.અત્યારસુધી એવું માનવામાં આવતું હતું કે વાઈરસ સૌથી વધારે શરીરનાં ફેફસાંને નુક્સાન પહોંચાડે છે. યુવાન લોકોનાં મૃત્યુ ત્યારે જ થાય છે જ્યારે હૃદય પાસે કોરોના પહોંચે છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોવિડ-19થી સંક્રમિત દર્દી સ્વસ્થ થઈ જાય તોપણ તેને હૃદય સંબંધિત સમસ્યા થઈ શકે છે. હૃદય પર અસર કોરોના દરમિયાન અથવા પછી પણ થઈ શકે છે

જ્યાં સુધી કોરોનાની ચોક્કસ દવા નથી આવતી ત્યાં સુધી લોકોને માસ્કનો ઉપયોગ કરવા માટે સ્વાસ્થ્યમંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવી છે. માસ્ક માટે CDC, અમેરિકાના ડાયરેક્ટર રોબર્ટ રેડફીલ્ડે કહ્યું હતું કે માસ્ક વેક્સિન કરતાં પણ વધારે અસરકારક છે. તેમણે આ વાત દુનિયાભરમાં માસ્ક પર થયેલાં રિસર્ચનાં પરિણામોને આધારે જણાવી હતી. જો 2 લોકો સામસામે બેઠા છે અને માસ્ક લગાવેલાં છે, સોશિયલ ડિસ્ટન્સ રાખેલું છે તો વાઈરસ સામે સુરક્ષા અનેક ગણી વધી જાય છે, પરંતુ જરૂરી છે કે માસ્ક યોગ્ય રીતે પહેર્યાં હોય, નાક, મોં અને હડપચી કવર થયાં હોય. વેક્સિનનાં ટ્રાયલ ચાલુ છે. વાઈરસ સામે વેક્સિન બાદ જે એન્ટીબોડી બને છે એ શરીરમાં 70% હોય છે, જ્યારે માસ્કથી 80-85% સુરક્ષા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *