INDIA MADHYA PRADESH

સરકારી અધિકારી જ બન્યો દુરાચારી:નોકરી આપવાની લાલચથી છોકરીને બોલાવી કર્યું આ દુષ્કર્મ-જાણીને ચોંકી જશો

ભોપાલ રેલવે સ્ટેશનની VIP ગેસ્ટ હાઉસમાં 22 વર્ષની છોકરી સાથે રેપ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો આરોપ રેલવેના એક અધિકારી તથા તેના મિત્ર પર છે. છોકરીને નોકરી અપાવવાની લાલચ આપી ફસાવીને ભોપાલ બોલાવી હતી. પોલીસે આરોપી અધિકારીની ધરપકડ કરી લીધી છે. જોકે તેનો મિત્ર હજુ ફરાર છે. આરોપી ભોપાલમાં DRM ઓફિસમાં સિક્યોરિટી કાઉન્સિલર પદ પર છે.

રેલવે SP હિતેશ ચૌધરીએ કહ્યું કે છોકરી ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાની રહેવાસી છે. રેલવેમાં અધિકારી રાજેશ તિવારી સાથે તે કેટલાક મહિના અગાઉ ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી. બન્ને વચ્ચે થયેલી વાતચીતમાં રાજેશે તેને નોકરીની ઓફર આપી હતી. નક્કી થયા પ્રમાણે છોકરી ભોપાલ આવશે. અહીં તેને નોકરી અપાવવામાં આવશે.

ભોજનમાં કેફી પદાર્થ આપી રેપ કર્યો, શનિવારે છોકરી ભોપાલ એક્સપ્રેસથી ભોપાલ આવી હતી. અહીં રાજેશે તેને રેલવે સ્ટેશનના VIP ગેસ્ટ હાઉસમાં રોકાવાની વ્યવસ્થા કરી આપી હતી. બાદમાં તેણે પોતાના મિત્રને બોલાવ્યો હતો. ત્રણેય વચ્ચે વાતચીત દરમિયાન છોકરીને ભોજનમાં નશીલા પદાર્થ આપ્યો હતો. ત્યારબાદ તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.

છોકરીની ફરિયાદના આધારે રિપોર્ટ દાખલ કરાયો, આરોપીઓના ષડયંત્રમાંથી ગમે તેમ કરી તે ભાગી છૂટી હતી અને GRP પોલીસ સ્ટેશન પહોંચી હતી તથા ત્યાં ફરિયાદ દાખલ કરાવી હતી. છોકરીની ફરિયાદને આધારે રાજેશ તિવારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પ્લેટફોર્મ નંબર-1નું VIP રેસ્ટ રુમ સીલ કરી દીધો છે. રૂમમાંથી શરાબની ખાલી બોટલો તથા વાંધાજનક સામાન પણ મળી આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *