Uncategorized

રાજ્યના આ શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ ને કારણે જાહેર કરાયું લોકડાઉન-જાણો સંપૂર્ણ વિગત

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સાબરકાંઠાના ઇડર શહેર ના વેપારીઓ દ્વારા કોરોના નુ સંક્રમણ અટકાવવામાં ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઇડર ના તમામ વેપારીઓએ સોમવારથી શનિવાર સુધી બજાર બંધ રાખવાનો નિર્ણય કરેલ છે.સાબરકાંઠાના ઇડર શહેરમાં તમામ વેપારીઓ એસોસિયેશનની બેઠક મળી હતી.

કેટલાક ઉધોગો જેવા કે, વાસણ, કાપડ મહાજન,સોની, ઓટો પાર્ટ્સ,બુટ ચંપલ એસોસિયન દ્વારા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વેપારીઓ દ્વારા સ્વેચ્છિક દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ વાત એ છે, ઇડરમાં સોમવારથી શનિવાર સુધી એટલે કે એક અઠવાડિયું તમામ દુકાનો બંધ રહેશે. ઇડરનું બજાર સપ્તાહ માટે સ્વયંભૂ બંધ રહેશે.

સાબરકાંઠાના આ ગામમાં કોરોના નું સંક્રમણ સતત વધતા લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. હાથરોલ ગામમાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા એક અઠવાડિયા માટે લોકડાઉન નિર્ણય લેવામાં આવ્યો છે.આ ગામમાં અવરજવર અને દુકાનો બંધ કરી દેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *