GUJARAT INDIA

રાજ્યનાં ખેડૂતો માટે ખરાબ સમાચાર: અતિવૃષ્ટિનાં કારણે મગફળીનાં ભાવમાં મોટો બદલાવ

રાજકોટ શહેરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે પાંચ દિવસના વિરામ બાદ કાલે ફરી મગફળીની આવક શરૂ કરાતા સવારથી મગફળીની ધરખમ આવક પામી હતી. માર્કેટિંગ યાર્ડ ખાતે 14000 થી પણ વધારે મગફળીની ગુણ ની આવક થઇ હતી. ભારે વરસાદને કારણે ભેજવાળી મગફળી આવતી હોય જેથી છેલ્લા પાંચ દિવસથી આવક બંધ થઇ હતી. આજરોજ માર્કેટિંગ યાર્ડ ખાતે ભેજવાળી, સુખી વગેરે મગફળી ની આવક થઇ હતી. મગફળીનો સરેરાશ ભાવ ₹700 થી 1000 સુધી બોલાયો હતો.

મગફળી બગડી જવાના ભય વચ્ચે ખેડૂતો ટેકાના ભાવ ની ખરીદી પૂર્વ જ ઓપન માર્કેટમાં પોતાનો માલ ઠાલવી રહ્યા છે.ભારે વરસાદના કારણે મગફળી ની ગુણવત્તા કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવી શકશે નહિ. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભીની મગફળી નો ભાવ ₹700 થી 800 તેમજ સૂકી મગફળી નો ભાવ₹800 થી 1000 સુધી બોલાયા છે.

One Reply to “રાજ્યનાં ખેડૂતો માટે ખરાબ સમાચાર: અતિવૃષ્ટિનાં કારણે મગફળીનાં ભાવમાં મોટો બદલાવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *