GUJARAT

ચૂંટણીનો સમય નજીક આવતા રૂપાણી સરકાર ખેડૂતો પર મહેરબાન, સરકારે અમલમાં મૂકી આ ત્રણ નવી યોજનાઓ

ચૂંટણીનો સમય નજીક આવતા સત્તાની સરકાર ખેડૂતો અને જનતા ઉપર ભારે મહેરબાન થઇને નવી નવી યોજનાઓ ની જાહેરાતો કરી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેડૂત કલ્યાણ યોજના માં વધુ ત્રણ નવી યોજનાઓ નો સમાવેશ કરીને ખેડૂતોને લાભ આપવા જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી,મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ સાથે જિલ્લા અને તાલુકા સ્તરે વીડિયો કોન્ફરન્સથી સંબોધન કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, અગાઉ ખેડૂતો ને વાહન ખરીદી માટે સહાય આપી છે.ગાય આધારિત ખેતી માટે ગાયદીઠ મહિને રૂપિયા 900 સહાય આ પગલાઓ બાદ વધુ ત્રણ બીજી સહાયનો શનિવારથી આરંભ થઈ રહ્યો છે. જેમાં નાના વેપારીઓ કે છુટક શાકભાજી,ફળ વેચીને કમાણી કરે છે તેમને શાક બગડે નહીં તે માટે તેમણે વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે.

ગુજરાત રાજ્યના 70 હજાર જેટલા ફેરિયાઓને રૂપિયા 10 કરોડ ની છત્રીઓ વિના મૂલ્ય વિતરણ કરવામાં આવશે. ખેતરોમાં ઊભા પાકને નુકશાન ન થાય તે માટે કાંટાવાળી તારની વાડ ની યોજના માં કલસ્ટર નું પ્રમાણ ઘટાડવા ઉપરાંત સરકારે સબસીડીની રકમદર પણ ₹150 થી વધારીને ₹200 કર્યો છે.જ્યારે નાના સિમાંત ખેડૂતોને ઓછી મહેનતે વધુ પાક મળે તે માટે સ્માર્ટ હેન્ડ-ટુલ કીટ માં સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ 20,000 જેટલા ખેડૂતોને મળશે અને તેના માટે બજેટમાં ₹ 22 કરોડની જોગવાઇ કરેલી છે.

ખેડૂતોના પાકને નુકશાન કરે તેવા પ્રાણીઓ જેવા કે, ભૂંડ,રોઝથી બચાવવા ખેતરમાં ફરતે કાંટાળી વાડ ઊભી કરવાની યોજનામાં સરકારે 10 હેક્ટર કલસ્ટર ની મર્યાદા ઘટાડી ને પાંચ હેક્ટરના કલસ્ટર કરી છે. આ ફેરફારથી ખેડૂતોને અરજીઓનો ઝડપથી નિકાલ આવશે.ખેતરની વાડ કરવા હવે ઘરના કલસ્ટર માં સહાય મળશે આમ ખેડૂતોને સરકારી લાભો લેવા માટે આગળ આવવા સરકારે જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *