GUJARAT INDIA

લોકોના હિત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

ગુજરાતમાં ફાયરસુરક્ષા ને લઈને હાઈકોર્ટમાં મોટા ઘટસ્ફોટ થયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં તમામ જગ્યાએ ફાયરસેફ્ટી નું એન.ઓ.સી ફરજીયાત હોવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સંકુલો, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો,ઊંચી બિલ્ડીંગો, ઉદ્યોગિક એકમો માટે NOC ફરજિયાત કરી દીધું છે અને દર છ મહિને ફાયર સેફટી NOC રીન્યુઅલ કરાવવું પડશે. તેના માટે રાજ્યમાં ખાસ ફાયર સેફટી ઓફિસરોની નિમણુક કરવામાં આવશે.

ફાયરસેફટીને લઈને મળતી માહિતી પ્રમાણે,રાજ્યમાં ફાયરસેફ્ટીના કડક અમલ થી લોકોના જાનમાલ મિલકતને આજથી રક્ષણ આપવા માટે મુખ્યમંત્રી રૂપાણી આજે લીધેલ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણયને પરિણામે રાજ્ય સરકાર આ હેતુસર પ્રાઇવેટ યુવા ઇજનેરો અને જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે.

આ ઓફિસર પાસેથી દરેક મકાન માલિક,કબજેદારો, ફેક્ટરી ધારકોએ NOC દર છ મહિને રિન્યુઅલ કરાવવું પડશે.શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયરસેફ્ટી ઓફિસરોની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી NOC મેળવવાનું અને રિન્યુઅલ કરાવવું આ કામ સરળતાથી થઈ શકશે, બિલ્ડીંગના પ્રકાર અને ઉપયોગ ના આધારે ફાયરસેફ્ટી ને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફ લાઈન અને ઓનલાઇન સર્ટીફીકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “લોકોના હિત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *