INDIA

શું તમે પણ લોન લીધેલી છે? તો જરૂર જાણો કે મોદી સરકાર લોન ધારકોને આપી રહી છે આ મોટી રાહત

કોરોના વાયરસના કહેર વચ્ચે કેન્દ્રની મોદી સરકારે લોન ધારકો માટે મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું કે,MSME લોન, શૈક્ષણિક, હોમ, ઓટો, કન્ઝ્યુમર, ક્રેડિટ કાર્ડ બાકી, કનઝપશન લોન જેવી દરેક લૉન પર લાગૂ ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

2 કરોડ રૂપિયા જેવી મોટી રકમ સુધીની લોનના વ્યાજ પર છૂટ આપવામાં આવી છે.કેન્દ્ર સરકારે કહ્યું કે, કોરોનાવાયરસ મહામારીની સ્થિતિમાં વ્યાજ છૂટનો ભાર સરકાર પોતે કરે એ જ માત્ર સમાધાન છે. તેની સાથે જ કેન્દ્ર સરકારે કહ્યું કે, આ માટે પહેલા સંસદની મંજૂરી લેવામાં આવશે. જેથી જનતાને ફાયદો થાય.

સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને લોન ધારકોની મદદ કરવાના નિર્દેશ બાદ રાજીવ મહર્ષિની અધ્યક્ષતામાં પેનલની રચના કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે કોર્ટમાં પેલા એમ કહ્યું હતું કે, તે વ્યાજ માફ ન કરી શકે અને આ બેંકોને અસર કરશે, આ મામલે આગામી સુનાવણી પાંચ ઓક્ટોમ્બરના રોજ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *