GUJARAT INDIA

રાજ્યમાં ફરી એક વાર વરસસે મેઘરાજાનો તાંડવ, હવામન વિભાગે કરી મોટી આગાહી-જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં હવે ચોમાસાની વિદાયનો સમય થઈ રહ્યો હોવા છતાં હજી પણ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે આગામી 9 અને 11 ઓક્ટોબર આ બે દિવસના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આનું એક માત્ર કારણ એવું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંદાજે રાજ્યભરમાં સરેરાશ વરસાદ 135 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યમાં અનેક ડેમ ઓવરફ્લો થયેલા જોવા મળ્યા છે.

હવામાન વિભાગ દ્વારા હજુ શિયાળા માટે 15 દિવસની રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 9 અને 11 ઓક્ટોબરના રોજ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના કહેવા અનુસાર આ વખતે શિયાળામાં વધારે ઠંડી પડશે અને શિયાળુ લાંબુ ચાલવાની પણ શક્યતાઓ છે. શિયાળા માટે હજુ પણ આપણે આગામી 15 દિવસ રાહ જોવી પડશે. હાલમાં રાજ્યમાં થોડા દિવસથી બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે સામાન્ય ઠંડી અને બપોરે ઉકળાટ રહેશે. પવનની દિશા બદલતા બેવડી ઋતુનો અનુભવ થશે આવી સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *