GUJARAT

સોસીયલ ડિસ્ટનસિંગના ધજાગરા ઉડાડતા નેતાઓ માટે વિજય રૂપાણીએ કહ્યું કે…

ગુજરાતમાં કોરોનાના 1 લાખ 44 હજારથી વધુ કેસ અને 3512નાં મોત થઈ ગયાં છે અને દરરોજ 1300થી વધુ પૉઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે હાઈકોર્ટે 5 ઓક્ટોબરે માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે લાલ આંખ કરી હતી. તેણે માસ્ક વિના ફરતા નેતાઓ પાસેથી દંડ વસૂલવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ આજે મુખ્યમંત્રી પણ સફાળા જાગ્યા છે. હાઈકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નેતાઓ પણ નિયમનું પાલન કરે, આ નેતાઓની જવાબદારી બને છે. ખોટો સંદેશ ન જાય એ જરૂરી છે. દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ.

હાઈકોર્ટે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા સરકારને નિર્દેશ આપ્યો હતો,ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો કરી જાહેરહિતની અરજીના આધારે 5 ઓક્ટોબરે બેજવાબદાર રાજકીય નેતાઓ સામે કડક કાર્યવાહી અને આકરો દંડ વસૂલવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો. કોરોના મહામારી અંગે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન માસ્ક વિના ફરતા લોકો વિશેના અખબારી અહેવાલો અને રાજકીય રેલીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી મોટી સંખ્યામાં લોકો બહાર નીકળી રહ્યા હોવાને મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારી વકીલને આ મામલે કડક કાર્યવાહી કરવા ટકોર કરી હતી.

વારંવાર ટકોર છતાં પણ કેમ સરકારે કાર્યવાહી ન કરી,રાજકીય નેતાઓ પણ બિનધાસ્ત રેલી અને સરઘસ કાઢી રહ્યાં છે. સરકારે રેલી કાઢનારા નેતાઓ સામે કેમ પગલાં નથી લીધાં? હાઈકોર્ટ વારંવાર ટકોર કરતી રહી છે તોપણ સરકારે કેમ જવાબદારો સામે પગલાં લીધાં નથી?,લોકો બેદરકાર બનીને માસ્ક પહેર્યા વિના ફરવા લાગ્યા,હાઇકોર્ટે જણાવ્યું હતું કે અનલૉક આગળ વધતાં રાજ્ય સરકારે નિયંત્રણો હળવાં કર્યાં છે. એ પછી તરત જ લોકો બેફામ બની ગયા અને તદ્દન બેદરકાર બનીને જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરવા લાગ્યા છે.દંડની રકમનો યોગ્ય ઉપયોગ થાય,જાહેરમાં થૂંકનારાની સૌથી મોટી સંખ્યા રાજકોટમાં છે. રાજકોટમાં 1.51 લાખ લોકો પાસેથી 6.50 કરોડ દંડ વસૂલાયો છે. આંકડો જાણી કોર્ટે નોંધ્યું હતું કે આ રકમ મોટી છે, સરકાર તેનો યોગ્ય ઉપયોગ કરશે એમ કોર્ટ માને છે.

55 કરોડનો દંડ ભરી ચૂકેલી જનતાનો સરકારને પ્રશ્ન, શું માસ્ક વિના ફરતા નેતાઓ પાસેથી દંડ વસૂલ્યો? માસ્ક ન પહેરનારા નેતાઓ નવાં અસામાજિક તત્ત્વ છે, કારણ કે ગુજરાતમાં કોરોના ફેલાયેલો છે. એ જાણતા હોવા છતાં કેટલાક નેતા અને સામાજિક ક્ષેત્રના અગ્રણી લોકો ભીડ ભેગી કરે છે. માસ્ક વગર ફરે છે. આ જવાબદાર અને ભણેલા-ગણેલા લોકો છે અને તેઓ જાણે છે કે આવી બેદરકારીથી કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાય છે છતાં પણ સરકારી ગાઈડલાઈન્સનો ભંગ કરે છે. બીજી તરફ 55 કરોડનો દંડ ભરી ચૂકેલી જનતાનો સરકારને પ્રશ્ન છે કે શું માસ્ક વગર ફરનારા નેતાઓ પાસેથી દંડ વસૂલ કર્યો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *