GUJARAT INDIA

રૂપાણી સરકારે કર્યું એક અદભુત કામ જેનાથી તમે ઘરે બેઠા મેળવી શકશો સરકારની તમામ યોજનાનો લાભ-જાણો વિગતે

કોરોના કપરા કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણી લાવ્યા એક અનોખી સુવિધા, આ સુવિધામાં જનતાને ઘરે બેઠા તમામ સરકારી યોજનાઓની તમામ માહિતીઓ ઘરબેઠે વોટ્સએપના માધ્યમથી તમારા સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાનું નામ ‘વોટસએપ હેલ્થડેસ્ક‘ રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ની દેખરેખ હેઠળ આ યોજના ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

નાગરિકોને આ યોજનાનો લાભ મેળવવા આ નંબર 0261-2300000 પોતાના મોબાઈલમાં સેવ કરવાનું રહેશે અને ‘ hi ‘ મેસેજ કરવાનો રહેશે. આ મેસેજ કર્યા બાદ ત્યારબાદ તમને મેસેજ આવશે અને, અને તેનો રીપ્લાય માં 0(ઝીરો) લખીને મોકલવાનું રહેશે, ત્યાર બાદ સરકારની તમામ યોજનાઓ લીસ્ટ નંબર સાથે આવી જશે.

સામાન્ય માણસ પણ આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે સરકારે આ એક સરળ યોજના બહાર પાડી છે. અને આ યોજનાથી નાગરિકોને સરકારી યોજનાની તમામ વિગતો સરળતાથી ઘર બેઠા મળી જશે.આ યોજનાથી જનતાને ઘણો બધો ફાયદો થશે. ઘણી બધી યોજનાની માહિતી જનતા સુધી પહોંચતી નથી અને જનતા આ યોજનાનો લાભ પણ લઈ શકતી નથી તે માટે નાગરિકો સારી રીતે સરકારની તમામ યોજનાઓનો લાભ મેળવી શકે એ માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *