GUJARAT INDIA

સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી-જાણો વિગતે

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એક વરસાદનો વધુ રાઉન્ડ જોવા મળી શકે છે. હવામાન વિભાગે આગામી 14 અને 16 ઓક્ટોબર ની વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં હાલ ઉતરથી પૂર્વ દિશામાં પવન છે.હવામાન વિભાગની આગાહી અનુસાર 14 ઓક્ટોમ્બરના રોજ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માં વરસાદ પડી શકે છે.

15 ઓક્ટોમ્બર ના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, ભાવનગર અને અમરેલી માં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સિઝનમાં વરસાદ 135 ટકા જેટલો નોંધાયો છે.

એટલે અત્યારે સિઝનનો કુલ 42 ઈંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ચાર ગણો વધુ વરસાદ પડ્યો છે. આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન પણ થયું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *