INDIA

મોદી સરકારના આ મહત્વના નિર્ણયથી ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર-જાણો વિગતે

દેશની મોદી સરકારે લઘુતમ ટેકાના ભાવે 16 જેટલા દિવસની અંદર આશરે 43 લાખ ડાંગર ની ખરીદી કરી છે. આમાંથી 3.57 લાખ ખેડૂતોને આઠ હજાર કરોડ રૂપિયા મળ્યા છે.ખાધ મંત્રાલય જણાવ્યું કે કૃષિ બજારમાં પાકના વહેલા આગમનના કારણે પંજાબ અને હરિયાણામાં 26 સપ્ટેમ્બર થી ડાંગરના પાકની ખરીદી પણ શરૂ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાં, એમ.એસ.પી ડાંગર ની ખરીદી 1 ઓક્ટોબર થી શરૂ થઈ હતી. ખરીફ સીઝનમાં ભારતમાં 80 ટકાથી વધુ ડાંગરનો પાક લેવામાં આવ્યો છે.2020-21 દેશની મોદી સરકારે ચાલુ વર્ષ માટે સામાન્ય ગ્રેડ ડાંગરના ટેકાનો ભાવ ₹ 1868 નક્કી કર્યો છે અને એ ગ્રેડ ચોખાનો ક્વિન્ટલ નો ભાવ 1888 છે.

ભારતીય ફૂડ કોર્પોરેશન અને રાજ્યોની અમુક એજન્સીઓ દ્વારા આ ભાવે ડાંગરના પાકની ખરીદી કરવામાં આવી છે.ભારતની જાહેર ક્ષેત્રની સુતરાઉ નિગમે 11 ઓક્ટોબર સુધીમાં 5252 ખેડૂતો પાસેથી 24863 ગાંસડી રૂપિયા 75 કરોડમાં ખરીદી કર્યું છે. આ સિવાય નોડલ એજન્સીઓ દ્વારા સરકાર ભાવ સપોર્ટ યોજના હેઠળ એમ.એસ.પી કઠોળ અને તેલીબિયાં ખરીદે છે. જે બજારના ભાવ ટેકાના ભાવથી નીચે આવે ત્યારે લાગુ પડે છે.

હરિયાણા તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 11 ઓક્ટોમ્બર સુધીમાં એમ એસ.પી પર 533 ખેડૂતો પાસેથી આશરે 4.36 કરોડો રૂપિયાના મગની 606.56 ટન ખરીદી કરી હતી.કર્ણાટક અને તમિલનાડુમાં 3961 ખેડૂત પાસેથી એમએસપી પર 5089 ટન નાળિયેર 9610 ટન નાળિયેર ની ખરીદી કરવામાં આવી હતી.

તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી PSS હેઠળ કેન્દ્ર સરકારે ચાલુ વર્ષે 30.70 લાગતાં ખરીફ કઠોળ અને તેલીબિયાંના ની ખરીદી ની મંજૂરી આપી છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાંથી 1.23 ટન નારિયળની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *