GUJARAT INDIA

હીરા ઉધોગ માટે આવ્યા આ મહત્વના સમાચાર-જાણીને ખુશ થઈ જશો

કોરોના માહામારી બાદ લોકડાઉનમાં ચાર મહિના સુધી બંધ રહેલો ડાયમંડ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે. એશિયાઈ દેશોમાંથી પણ પોલિશ્ડ ડાયમંડની સામી દિવાળીએ ડિમાન્ડ નીકળતા હીરા વેપારીઓ હાલ ચિંતામુક્ત બન્યા છે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં પણ સુરતનો હીરા ઉદ્યોગ 80 ટકા વર્કફોર્સ સાથે કામ કરી રહ્યો છે. જેના કારણે રત્નકલાકારોની પણ દિવાળીએ સારી એવી રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. લોકડાઉન બાદ હીરા ઉદ્યોગની સ્થિતિ પહેલાની જેમ ટૂંક જ સમયમાં રાબેતા મુજબ થાય તેવા સંકેત વર્તમાન સ્થિતિમાં દેખાય રહ્યા છે.

માર્ચ મહિનામાં કોરોનાના કારણે લોકડાઉન થતાં સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પરંતુ પરિસ્થિતિ ધીરેધીરે સામાન્ય બનતા રાજ્ય સરકારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને રાહત મળી રહે તેવા પ્રયાસ કર્યા હતા.રાજ્ય સરકારના આદેશ બાદ અનલોક ત્રણમાં ફરી ધબકતા થયેલા હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ આવ્યો છે. અમેરિકા, યુરોપ અને હોંગકોંગ જેવા દેશોમાંથી પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ નીકળી છે. જેના કારણે સુરતનો હીરા ઉદ્યોગ ફરી વેગવંતો બન્યો છે. આ અંગે જીજેઇપીસીના ચેરમેન દિનેશ નાવડીયા જણાવ્યું છે કે , અત્યારે ડોમેસ્ટિક માર્કેટ ખૂબ જ સારું છે. વર્કરોની ડિમાન્ડ પણ ખૂબ જ વધી છે. જેને લઇ દિવાળી વેકેશન પણ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વેકેશન એકાદ સપ્તાહનું જ રહેશે, સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ 75 થી 80 ટકાના વર્કફોર્સ સાથે કાર્યરત છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યું છે જેથી ડાયમંડ અને જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પણ ડિમાન્ડ વધી છે. જેના કારણે આ વખતે દિવાળી વેકેશન માત્ર 5 થી 7 દિવસ રહેશે તેવું દેખાઈ રહ્યું છે. કોરોના ની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે અમેરિકા,હોંગકોંગ ,યુરોપ અને દુબઇ જેવા દેશોમાં ધીરેધીરે માર્કેટ ખુલવાના કારણે ત્યાંથી સુરતના હીરા ઉદ્યોગને પણ ઓર્ડરો મળી રહ્યા છે. જેથી સુરતના હીરા ઉદ્યોગમાં માહોલ કંઈક અલગ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *