GUJARAT INDIA

એક બાજુ ગુજરાત માટે ફેમસ ગણાતા નવરાત્રી જેવા પવિત્ર તહેવાર માં લોકો ઘરે બેસીને પૂજા કરશે અને બીજી બાજુ સરકાર…

ગુજરાતમાં નવરાત્રિ શરૂ થતાંની સાથે જ વિધાનસભાની પેટાચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ થઈ જશે, એ જોતાં જનતા ઘેર બેસીને નવરાત્રિની પૂજા, સ્થાપના કરશે, જ્યારે રાજકીય પક્ષો જાહેરમાં જઈને ચૂંટણીમાં મત માગશે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષોએ પ્રચારની તૈયારી તો શરૂ કરી છે, પણ કોરોના નડશે તો એનો પણ ડર લાગે છે, સાથે સાથે મતદાન ઓછું થવાનો પણ ભય છે, તેમ છતાં પ્રચાર તો ચાલશે, ખાસ કરીને ભાજપના ઉમેદવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વર્ચ્યુઅલ સભા કરે એ માટેની ચર્ચા ચાલી રહી છે.

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠક પર અગાઉ કોંગ્રેસનો કબજો હતો ત્યાં આ બેઠકો જીતવી ભાજપ માટે અઘરી બને છે, એટલું જ નહીં ભાજપે આ બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજવામાં આવે તો જીતવી સરળ પડશે. એવા ગણિત સાથે ભાજપના પ્રદેશ નેતાઓ પણ મોદીની સભા ગોઠવવા આતુર બન્યા છે, પરંતુ વડાપ્રધાન તરફથી મંજૂરી મળ્યા બાદ નક્કી થશે.

નવરાત્રિમાં BJP તેના પ્રચારના શ્રીગણેશ કરશે, વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ઓક્ટોબર મહિનાના અંતમાં પ્રચાર-પ્રસારનો ગરમાવો આવશે. નવરાત્રિના દિવસોથી ભારતીય જનતા પાર્ટી તેના પ્રચારના શ્રીગણેશ કરવા જઈ રહ્યો છે. તો કોંગ્રેસ પ્રચાર-પ્રસારમાં કોઈપણ પ્રકારની કસર છોડવા માગતો નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ઓક્ટોબર મહિનાના અંતમાં ટ્રેક્ટર રેલી યોજીને વર્તમાન સરકાર સામે ખેડૂતનીતિનો વિરોધ કરશે. આમ, વિધાનસભાની પેટાચૂંટણીમાં પ્રચારનો રંગ અને જંગ ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહમાં જામશે.

પેટાચૂંટણીના પ્રસાર-પ્રચારમાં રાષ્ટ્રીય નેતાઓનો અભાવ રહેશે, મતદારોને રીઝવવા બંને રાજકીય પક્ષો નવા પેંતરા અપનાવશે. આ પ્રચાર-પ્રસારમાં કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે એ મુજબ ખુલ્લા મેદાનમાં સોશિયલ ડિસ્ટન્સ સેનિટાઇઝેશનની સુવિધા સાથે જાહેર સભાઓ યોજવામાં આવશે. વિધાનસભાની આઠ પેટાચૂંટણીના પ્રસાર-પ્રચારમાં રાષ્ટ્રીય નેતાઓનો અભાવ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ અને મંત્રીમંડળના સભ્યો કેટલીક જગ્યાએ વિડિયો- કોન્ફરન્સિંગ મારફત સભા સંબોધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *