INDIA RAJESTHAN

સાત વર્ષની બાળકીને નાળામાં લઈ જઈને આચર્યું દુષ્કર્મ,બાળકી રડવા લાગતા પથ્થરથી મારીને…

રુંવાડા ઊભા કરી દેનારી આ વાત છે જયપુરના શાસ્ત્રી નગરમાં રહેતી સાત વર્ષની માસૂમ બાળકીની છે, જે એકલી જ ઘરથી લગભગ 50 ડગલાં દૂર એક દુકાનમાં ટોફી લેવા ગઈ હતી. જ્યારે તે માસૂમ પોતાના ઘરે પરત ફરી રહી હતી, ત્યારે એક સાઈકો રેપિસ્ટે તેને પપ્પાનો મિત્ર છું તેમ જણાવીને પોતાની સાથે બાઈક પર બેસાડીને લઈ ગયો હતો. જે બાદ એક નાળામાં લઈ જઈને નરાધમે બાળકીના કપડાં ઉતાર્યા. જ્યારે બાળકી રડવા લાગી તો તેને ઉઠાવીને વારંવાર પથ્થરો પર પટકી. જે બાદ પણ બાળકી ચૂપ ન થઈ તો તેનું ગળું દબાવ્યું. બાળકીના આંસુ અને ચીસથી પણ તે નરાધમનું હ્રદય ન પીગળ્યું.

તેને બાળકી સાથે દુષ્કર્મ કર્યુ અને તેના શરીરને ફાડી ખાધું. જે પછી લોહીથી લથપથ તે બાળકીને બાઈક પર બેસાડી અને તેના ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર એક પાર્કમાં ઝાડ નીચે ફેંકીને ભાગી ગયો. દુષ્કર્મની આ ઘટના 1 જુલાઈ, 2019ની સાંજે લગભગ 7.30 વાગ્યે થઈ. આ કેસમાં બાળકીને હજુ ન્યાય મળવાનો બાકી છે.

કોર્ટમાં ચાલતા કેસમાં તારીખ, રજૂઆત અને પુરાવાઓની વચ્ચે આ બાળકીને શરીર પર ઉઝરડા ભલે જ ઠીક થઈ ગયા હોય, પરંતુ તેના મનમાં દુષ્કર્મના દર્દની ઘણી જ ખરાબ છાપ છોડી ગઈ છે. આજે પણ આ માસૂમ બાળકી રાત્રે ગમે ત્યારે ઊઠીને રડવા લાગે છે, બૂમો-ચીસો પાડવા લાગે છે. પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાની જે બાળકી એક સમયે પોતાના ભાઈ-બહેનો સાથે એક રૂમમાં સુતી હતી, તે આજે પોતાની માં વગર રહી જ નથી શકતી. તેની સાથે જ્યારથી આ દુષ્કર્મની ઘટના ઘટી, ત્યારથી તે પોતાની માંની પાસે એક અલગ જ રૂમમાં સુવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *