GUJARAT INDIA

સૌરાષ્ટ્રમાં ફરી એક વખત વરસાદ ને લઇ ને હવામાન વિભાગે કરી મોટી આગાહી

આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે દરિયો તોફાની બન્યો છે.આથી પોરબંદર, વેરાવળ, જાફરાબાદ સહિત રાજ્યના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે અને આગાહી વરચે સૌરાષ્ટ્રમાં પોરબંદર પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.માણાવદર,ઉના, માધવપુર સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસ્યા છે.

તેમજ ફરી વરસાદની આગાહીથી સૌરાષ્ટ્રના ખેડૂતો ભારે નુકસાનની ભીતિ છે. પોરબંદર પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો અને બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા લગાડવામાં આવ્યું છે.માધવપુર ઝાપટાંથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા અને માધવપુર બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે સાંજે ભારે વરસાદ પડયો હતો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

પોરબંદરના બરડા પંથકમાં મોટાભાગના ગામડાઓમાં સાંજના સમયે એકથી દોઢ ઇંચ વરસાદ વરસતા મગફળી સહિતના પાકને મોટું નુકસાન થયું છે વરસાદી માહોલ હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજ્યમાં ઉના ગીર ગઢડા પંથક ઉપરાંત માણાવદર અને ભાવનગર ઉપરાંત ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યા હતા. માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. બરડા પંથકમાં સાંજે પવન સાથે વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *