GUJARAT INDIA

રાજ્યના ખેડૂતોને વળતર આપવા માટે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત-જાણીને ખુશ થઈ જશો

ગુજરાત રાજ્યમાં ગયા વર્ષે ભારે વરસાદ ના કારણે ખેડૂતોને ઘણા મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાયક પેકેજ અંતર્ગત હેક્ટર દીઠ ₹13700 જેવી સહાયની જાહેરાત કરી હતી અને ઓનલાઈન અરજી મંગાવી હતી. ટેકનિકલ કારણોસર ઘણા ખેડૂતો ઓનલાઇન અરજી કરી શક્યા નહોતા, તેમના માટે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવી હતી, પરંતુ ઓફલાઇન અરજી કર્યાના 10 મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં ખેડૂતોને સહાય પેકેજને રકમ ન મળતા રાજુલાના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ફિંગર પ્રિન્ટ ફસાઈ જવાના કારણે આધારકાર્ડ નીકળી શકતું ન હોય જેવા કારણોસર ઓનલાઈન અરજી થઇ શકી નથી. એવા કિસ્સાઓમાં આધાર એકમાં જણાવ્યા મુજબ વેકલ્પિક પુરાવા તથા સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 26/11/2019 તથા મહેસુલ વિભાગના 26/11/2019 ના ઠરાવો માં જણાવ્યા મુજબના દસ્તાવેજો પુરાવા સાથે હાર્ડ કોપીમાં અર્જુન લેવા માટે જણાવ્યું હતું.

તેમજ વધુમાં ખેડૂતોની જમીન માલિકી હોવા છતાં 7/12,8-અ માં સત્તાના પ્રકારમાં સરકારી પડતર તથા કેનાલ બતાવતું હોય તેવા કિસ્સામાં ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી થઇ શકતી નહોતી ત્યાં પણ જરુરી પુરાવા સાથે અને હાર્ડ કોપીમાં ઉપર જણાવ્યા મુજબ દસ્તાવેજો પુરાવા સહિત હાર્ડ કોપીમાં અરજી લેવા માટે જણાવ્યું હતુ.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

પન્નાના જણાવ્યા મુજબ આ પ્રકારના ખેડૂતો દ્વારા ઓફ લાઇન અરજી કરી હાર્ડ કોપી આપેલ હતી પરંતુ ખેડૂતો દ્વારા અરજી આપ્યા તેના દસ મહિના જેટલો સમય વિતી ગયો હોવા છતાં હજી સુધી ઓનલાઈન અરજી કરનારા ખેડૂતોને કૃષિ સહાય પેકેજ ની રકમ મળી નથી. હાલ કોરોનાવાયરસ મહામારી, આર્થિક મંદી એ આ વર્ષે પણ ખેડૂતો માટે નિષ્ફળ સમાન છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા આ અંગે વહેલી તકે નિર્ણય કરી ખેડૂતોને સહાય રકમ ચૂકવે છે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *