Uncategorized

દેશના આ રાજ્યમાં પેટાચૂંટણી પહેલા જ ભાજપના આ નેતાની ગોળી મારીને કરાઈ હત્યા-જાણીને ચોંકી જશો

ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. અહીંના ફીરોઝાબાદમાં અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવ્યા હતા અને ભાજપ નેતા ડી. કે. ગુપ્તાની હત્યા કરી જતા રહ્યા હતા. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે આ ઉપરાંત રાજ્યસભાની 10 બેઠકો માટે પણ આગામી મહિનામાં મતદાન છે એવામાં જ આ નેતાની હત્યા કરી દેવામાં આવતા અનેક અટકળો ચાલી રહી છે. 46 વર્ષીય ડી કે ગુપ્તા શુક્રવારે અહીંના નાગલા બીચ વિસ્તારમાં પોતાના ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

ગુપ્તાના પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અટકાયત કરાઇ છે તેમાં વિરેશ તોમર નામના શખ્સનો પણ સમાવેશ થાય છે કે જેની સાથે ગુપ્તાને દુશ્મની હતી. ફેસબુક પર પણ બન્ને વચ્ચે જગડો થઇ ચુક્યો છે.

એસએસપી સચીંદ્ર પટેલે જણાવ્યું હતું કે દરેક એંગલથી અમે આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગુપ્તાની હત્યા બાદ સૃથાનિકો અને તેમના સમર્થકો દ્વારા રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો અને હત્યારાઓની સામે આકરી કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *