INDIA Uncategorized

કેન્દ્રીય સમિતિનો મોટો દાવો: દેશમાં આ માસ સુધીમાં થશે કોરોનાનો નાશ,સાથે આપી આ મોટી ચેતવણી-જાણીને ચોંકી જશો

દેશમાં કોરોના પીક સપ્ટેમ્બરમાં થઈ ચૂક્યું હતું અને ફેબ્રુઆરી 2021માં કોરોના સમાપ્ત થઈ જશે. આ દાવો રવિવારે સરકાર દ્વારા રચાયેલી વિજ્ઞાનીઓની નેશનલ સુપર મોડલ સમિતિએ કર્યો હતો. આ સમિતિમાં આઈઆઈટી હૈદરાબાદ અને આઈઆઈટી કાનપુર સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોના નિષ્ણાત સામેલ છે. બીજી તરફ, મહામારીનો સામનો કરવા માટે રચાયેલી ટાસ્કફોર્સના વડા વી.કે.પૉલે ચેતવણી આપી હતી કે શિયાળામાં કોરોનાની સેકન્ડ વેવ આવી શકે છે એટલા માટે હવે વધારે સાવચેત થઈ જવાની જરૂર છે.

સમિતિનું મોડેલ જણાવી ના શક્યું કે સેકન્ડ વેવ ક્યારે આવશે
એક જૂને “નેશનલ સુપર મોડલ ફૉર કોવિડ-19 પ્રોગ્રેશન’ નામનો પ્રોજેક્ટ શરૂ થયો હતો. તેમાં વિજ્ઞાનીઓએ વાસ્તવિક ડેટાના આધારે મેથેમેટિકલ તથા સ્ટેટિસ્ટિકલ મોડેલ વિકસાવી પૂર્વાનુમાન લગાવ્યું હતું. સમિતિના સભ્ય પ્રો.મહેન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો હાલ એના વિશે કોઈ માહિતી નથી કે કોરોના એન્ટિબોડી કેટલા દિવસ સુધી શરીરમાં રહે છે એટલા માટે આ મોડેલથી એ અંદાજ ન કાઢી શકાય કે બીજી કે ત્રીજી વેવ ક્યારે આવશે? ડૉ. માધુરી કાનિટકરે કહ્યું હતું કે કોરોના પર કાબૂ હોવા છતાં વેક્સિનનું મહત્ત્વ ઓછું નહીં થાય.

સમિતિના અધ્યક્ષ હૈદરાબાદ આઈઆઈટી પ્રો. વિદ્યાસાગરે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં મહામારી નગણ્ય સ્તરે પહોંચી જશે. ત્યાં સુધી દેશમાં 1.06 કરોડ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા હશે.
બિહારમાં ચૂંટણી માહોલ અને બંગાળમાં દુર્ગાપૂજા દરમિયાન દર્દી અસામાન્ય રૂપે વધી શકે છે.

નિષ્ણાતોએ પ્રદૂષણથી કોરોના ઝડપથી ફેલાવાના જોખમ અંગે સાવચેત કર્યા છે. નિષ્ણાતોએ કહ્યું હતું કે એનાથી એ લોકો સૌથી વધુ જોખમમાં છે જેમને અમુક અઠવાડિયાં પહેલાં કોઈ ચેપ લાગ્યો હોય. અનલૉક થવા અને શિયાળાના ભણકારાની સાથે જ દિલ્હી-NCR એર ક્વૉલિટી બગડવા લાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *