GUJARAT INDIA

રાજ્યમાં શાળાઓ ખોલવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા આ મોટા સંકેત-જાણો વિગતે

કોરોના જેવી ગંભીર મહામારીના કારણે દેશના અનેક રાજ્યોમાં શાળાઓને જરૂરી દિશા નિર્દેશો સાથે ખુલ્લી કરી દેવામાં આવી છે, પણ હજુ સુધી ગુજરાતમાં શાળાઓ ખોલવા અંગે સરકાર દ્વારા કોઇ પણ જાતનો નિર્ણય લેવામાં આવ્યો નથી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સંચાલકોની બેઠકમાં શાળાઓ ખોલવા અંગે મોટો સંકેત સામે આવી રહ્યો છે. દિવાળી બાદ રાજ્યમાં શાળાઓ ફરીથી ખુલી શકે એવાં સંકેતો જોવા મળી રહ્યા છે.મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શાળા સંચાલકો વચ્ચે શાળાઓને લઈને એક વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેબીનારમાં ગુજરાતમાં શાળાઓ ખોલવાને લઈને મોટો સંકેત સામે આવ્યો છે.રાજ્યમાં ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળા ખુલશે નહીં. દિવાળી વેકેશન પછી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ગ્રામ્ય ધોરણ 6 થી 8ના બાળકોની છૂટઆપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.

દિવાળી વેકેશન સરકાર દ્વારા ઘણું ટૂંકાવી દેવામાં આવ્યું છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું કે પહેલા ચરણમાં માત્ર 9 થી 12 ની શાળાઓ શરૂ કરવામાં આવશે અને પછી સ્થિતિ કાબુમાં રહેશે તો નાના વર્ગો ખોલવા ચર્ચા વિચારણા કરવામાં આવશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *