GUJARAT INDIA

રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર-જાણો વિગતે

ગુજરાત રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ પોતાની સાચી કહેર બતાવી દીધી છે. આ વર્ષે રાજ્યમાં સરેરાશ કુલ 140 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને ભારે નુકસાન પણ થયેલું છે. છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે વેલમાર્ક લો પ્રેશર નબળું પડતા રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળી ગયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 48 કલાકથી વધારે સમય પડી રહેલા વરસાદથી હવે રાજ્યના લોકોને રાહત મળી શકે છે.

જોકે હજુ એક દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર વરસાદ વરસી શકે છે. આ કારણના લીધે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે. ખેડૂતની રોજીરોટી પાણી કરી ગઈ છે.

રાજ્યમાં આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે.જેમાં કેટલાક શહેરો જેવા કે, દ્વારકા, ભાવનગર,મોરબીમાં વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સુરત,વલસાડ,ભરૂચમાં પણ સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળશે. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *