GUJARAT INDIA

ખેડૂતોના હિતમાં કૃષિપ્રધાને આપ્યું આ મહત્વનું નિવેદન-જાણો વિગતે

કેબિનેટ બેઠક બાદ કૃષિપ્રધાન આર.સી.ફળદુ એ રાજ્યમાં ખેડૂતોને સહાય આપવા મુદ્દે તેમજ મગફળીની ખરીદી મુદ્દે મોટી માહિતી આપી હતી. કૃષિ પ્રધાને જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતોને ફુલ 256 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ઓનલાઇન પેમેન્ટ થી ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મગફળીની ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવા મુદ્દે પણ આર.સી.ફળદુએ મહત્વનું મોટું નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે નાફેડ અને એપીએમસીની રજૂઆતના પગલે મગફળીની ખરીદી પ્રક્રિયા પાછી ઠેલવામાં આવી છે. વરસાદ અને ભેજવાળા વાતાવરણને કારણે પાંચ દિવસ સુધી મગફળીની ખરીદી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી છે. મગફળીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.

26 ઓક્ટોબર એટલે કે આગામી સોમવારથી મગફળીની ખરીદી પ્રક્રિયા ફરી એક વાર રાબેતા મુજબ શરૂ થવા જઈ રહી છે તેમ કષિપ્રધાને જણાવ્યું હતું. સાથે સાથે મગફળીના ટેકાના ભાવની ખરીદીને લઈને પણ કર્યો મોટો નિર્ણય. સરકારની આ સહાયના કારણે ખેડૂતોને ઘણું બધો લાભ થશે. અને પોતાની નુકસાનની ભરપાઈ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *