GUJARAT INDIA

PM મોદી એ કર્યું એશિયા નાં સૌથી મોટા રોપવે નું લોકાર્પણ, જાણો શું ખાસિયત છે આ આપણા ગિરનાર નાં રોપ વે માં …

ગિરનાર રોપવે કાર્યરત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ થશે, સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપવે યોજના સાકાર થઈ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇ-લોકાર્પણ કરાશે. જૂનાગઢના બિલખા રોડ પર પોલીસ તાલીમ મહાવિદ્યાલયના મેદાનમાં રોપવે અને કિસાન સૂર્યોદય યોજનાનું ઇ-લોકાર્પણ થશે. ઇ-લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપવે સાઇટની મુલાકાત લેશે. અને ટ્રોલીમાં બેસી અંબાજી જશે. આ કાર્યક્રમને લઇ તમામ તૈયારીઓ તથા સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડિયમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગિરનાર રોપવેનું પણ લોકાર્પણ કરશે. આ અંગે ગિરનાર રોપવે પ્રોજેટકના ઉષા બ્રેકો કંપનીના દીપક કપલીસે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ કરે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોટેરા સ્ટેડિયમ એનું દ્રષ્ટાંત છે. ઉષા બ્રેકો દ્વારા બનાવવામાં આવી રહેલા ગિરનાર રોપવેનો સમાવેશ દેશનો સૌથી મોટા રોપવેમાં થાય છે. 50થી વધુ વર્ષનો અનુભવ ધરાવતી ઉષા બ્રેકો દ્વારા અંદાજિત 130 કરોડના ખર્ચે રોપવે બનાવાયો છે, જેનું સંચાલન, જાળવણી પણ કંપની જ કરશે.

ગિરનાર રોપવેને લઇને સૌથી વધુ ઉત્તેજના સાથે ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે. કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું ઇ-લોકાર્પણ કરશે. હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ થનારા રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. ગિરનાર પર બનેલા રોપવેની ટ્રોલી આશરે 7 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *