GUJARAT INDIA

રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી-જાણો વિગતે

રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે.અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે નવરાત્રી ની વિદાય સમયે ધીમે ધીમે વાતાવરણ બદલાઈ રહ્યું છે.રાજ્યમાં હવામાનની સચોટ આગાહીઓ કરવા માટે જાણીતા હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ શિયાળા ને લઈને આગાહી કરી છે. સમગ્ર ઋતુ કેવી રીતે રહશે તેના વિશે તેમને અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ ના અનુમાન મુજબ સમગ્ર ઋતુની ખેતી વિશે માહિતી આપવામાં આવી છે.

૩૧મી તારીખે 7 નવેમ્બર આસપાસ સુધી વાદળ વાયુ સર્જન થશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 7મી નવેમ્બર આસપાસ સવારે ઠંડી નો ચમકારો જોવા મળી શકે છે.18 અને 19 નવેમ્બર આસપાસ ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે.

જ્યારે દેશાવર ઠંડીનું આગમન ત્યારબાદ કરશે અને આગામી 4 ડિસેમ્બર ઠંડીનું પ્રમાણ વધશે અને ન્યુનતમ તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં નીચું થશે.આગામી ૨૨ ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને તેના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઠંડી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *