GUJARAT INDIA

કરજણની પેટાચૂંટણીમાં ગયેલા નાયબ મુખ્યમંત્રી પર પોલીસની હાજરી હોવા છતાં ફેંકાયું ચપ્પલ-જુઓ વીડિયો

ગુજરાતમાં આઠ વિધાનસભાની બેઠકો માટે પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી કરજણની પેટા ચૂંટણીના પ્રચાર માટે પહોંચ્યાં હતાં. કરજણ તાલુકાના કુરાલી ગામે પત્રકારો સાથે નાતિન પટેલ વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. ચપ્પલ ફેંકવા છતાં પણ નાયબ મુખ્યમંત્રીએ પોતાનું નિવેદન ચાલુ રાખ્યું હતું. આ બનાવ પોલીસની હાજરીમાં બન્યો હતો તેમ છતાં ચપ્પલ ફેકનાર યુવક ફરાર થઈ ગયો હતો આ ફરાર થયેલા યુવકની હવે પોલીસ શોધખોળ કરી રહી છે. ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો.

સભાને સંબોધ્યા બાદ ચપ્પલ ફેંકાયુ, કરજણના કુરાલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.

નીતિન પટેલે સભાને સંબોધતા કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયાં ગુજરાત બદનામ થયું હતું.કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસબામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.

સભાને સંબોધ્યા બાદ ચપ્પલ ફેંકાયુ, કરજણના કુરાલી ગામમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું. જોકે તેમને ચપ્પલ વાગ્યુ નહોતું. ચપ્પલ ફેંકનારા વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *