GUJARAT INDIA

રાજ્યમાં ખેડૂતોને મગફળીના આ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ-જાણો વિગતે

રાજ્ય સરકાર દ્વારા ભાવનગર સહિત રાજયભરમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને તેના માટે ખેડૂતોને ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.હાલ રાજ્યભરના ખેડૂતોને મેસેજ કરવામાં આવી રહ્યો છે પરંતુ માર્કેટિંગ યાર્ડ ના ટેકાના ભાવ કરતાં મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો વેપારીઓ ને મગફળી વેચવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ટેકાના ભાવ કરતાં પણ વધારે ભાવ મળતા ખેડૂતોને ખુશીની લાગણી જોવા મળી રહી છે.

પરંતુ નબળી મગફળીના ભાવ હજુ વધારે હોવાનું જણાઈ રહ્યું છે. રાજા બની યાર્ડ મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે આપતા હોવાની ચર્ચા પણ સાંભળવા મળી રહે છે.ભાવનગર જિલ્લાની વાત કરવામાં આવે તો ટેકાના ભાવે મગફળી વેચવા બે દિવસમાં માત્ર 55 જ ખેડૂતો આવ્યા અને મગફળીના વધુ ભાવ હોવાથી ખેડૂતો ટેકાના ભાવે આપતા ન હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે.હાલમાં સારી મગફળી ના ભાવ ખૂબ જ સારા મળી રહ્યા છે.

આવતીકાલે મંગળવારના રોજ 100 જેટલા ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ ઓછા ખેડૂતો મગફળી ને ટેકાના ભાવે વેચવા આવ્યા હોવાનું જાણવા મળે છે. સરકારના નિયમ મુજબ ટેકાના ભાવે મગફળી ₹1055 ખરીદવામાં આવી રહી છે અને સારી મગફળી લેવામાં આવી રહી છે. ટેકાના ભાવ કરતાં ખેડૂતોને વધારે ભાવ મળતા ખેડૂતો સીધા જ વેપારીઓને મગફળી વેચાણ કરતા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *