INDIA

રાજ્યમાં ફરી એકવાર ચોમાસાને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર-જાણો વિગતે

ભારતમાં નેઋત્ય નું ચોમાસુ 13 દિવસ મોડું પૂરું થયું છે અને આ સાથે ઓક્ટોબર થી ડિસેમ્બર ના આ સમયગાળા દરમિયાન તમિલનાડુ, પુંદુચેરી તેમજ આંધ્ર પ્રદેશ કર્ણાટક અને કેરળ ના કેટલાક ભાગોમાં વરસાદને લઈને આવતા ઇશાનના ચોમાસાનો પ્રારંભ થયો છે.અને આગામી બે દિવસ તમિલનાડુમાં છૂટાછવાયા અને ભારે ઝાપટા થશે.

હવામાન નિષ્ણાંત ના મતે લોઅર અને મીડ ટ્રોપોસ્ફિરિક ઘરે સ્તરે તમિલનાડુ ની સામે બંગાળના ઉપસાગરમાં નૈઋત્યના ભાગે સાયકલોશેન સર્ક્યુલેશન નું નિર્માણ થયું છે. આ પરિસ્થિતિમાં આગામી પાંચ દિવસ કેરલ,તમિલનાડુ અને પુદુચેરીમાં વરસાદ થવાની શક્યતા છે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ લગભગ થંભી ગયો છે અને એ દૃષ્ટિએ ભારતમાંથી 28 ઓક્ટોબર થી નૈઋત્ય નું ચોમાસુ વિદાય લઈ લીધું છે.

કેરળમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે. વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ વર્ષે વરસાદ અને કોરોના બંને જનતાનો ખૂબ જ હેરાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *