AHMEDABAD GUJARAT

ગરીબો માટેના અનાજની મોટી કાળાબજારી આવી સામે-જાણીને ચોંકી જશો

કોરાનાની મહામારીમાં ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી એટલી હદે કથડી છે કે ખાવાના પણ ફાફા પડી રહ્યા છે, તેવા સંજાગોમાં કાળા બજારીઓ ગરીબોનો કોળીયો છીનવી રહ્યા છે. નરોેડા બાદ ઓઢવથી ગરીબો માટેના અનાજનું કાળા બજાર કરવાનું કૌભાંડ ઝડપાયું છે. ૨૫૦૦ કિલો ઘઉં અમરાઇવાડીની સસ્તા અનાજની દુકાનેથી નરોડા જીઆઇડીસીમાં વેપારીને વેચવા જતા ત્રણ શખ્સાનેે પોલીસે પકડી પાડયા છે. ઓઢવ પોલીસે બિલ વગરનો ગેરકાયદે અનાજનો જથ્થો કબજે કરીને પુરવઠા વિભાગને જાણ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અધિક પોલીસ કમિશનર સેકટર-૨, ગૌતમ પરમારના જણાવ્યા મુજબ આજે સવારે ચોકકસ બાતમી આધારે પોલીસે ઓઢવ સોનીની ચાલી ઓવર બ્રિજ નીચેથી બોલેરો કારને પકડી પાડી હતી તપાસ કરતા તેમાંથી સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને આપવામાં આવતો રૃા. ૫૦,૦૦૦ની કિંમતનો ૨૫૦૦ કિલો ઘઉંનો ગેરકાયદે જથ્થો હતો. પોલીસે તપાસે રાણીપમાં રાજેશ્વરી સોસાયટીમાં રહેતા જયંતિલાલ.એમ. વછેટા અને સૈજપુર પાશ્વનાથ ટાઉનશીપમાં રહેતા રમેશભાઇ ત્રિકમદાસ ગોદવાણી તથા ઓઢવ સોેનીની ચાલી પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા સંદિપ સંતોષભાઇ જૈનની અટકાયત કરી હતી

પોલીસે પૂછપરછ કરતાં આરોપીઓ અમરાઇવાડી સત્યમનગર પાસે આવેલી ગાયત્રી પ્રકાશ ગ્રાહક સંઘ ભંડાર નામની સસ્તા અનાજની દુકાનમમાંથી આ અનાજનો જથ્થો ભરીને નરોડા જીઆઇડીસીમાં સ્વામિનારાયણ ટ્રેડિંગ કો. ખાતે આકાશભાઇને આપવા માટે જતા હતા જો કે તેમની પાસે ઘઉનું બિલ મળી આવ્યું ન હતું જેથી પોલીસે અનાજ પુરવઠા વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા પણ ૧૬,૦૦૦ કિલો ઘઉ અને ચોખાના જથ્થો પકડી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *