GUJARAT INDIA

દિવાળી પહેલા રાજ્યના હીરાઉધોગને લઈને આવ્યા માઠા સમાચાર-જાણીને ચોંકી જશો

બેલ્જીયમમાં કોરોના ના કેસ વધતા 13 ડિસેમ્બર સુધી ફરી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. બેલ્જિયમમાં ફરી એક વખત લોકડાઉન લાગતા સુરતના માથા પર ચિંતાની સિકન જોવામાં આવી રહી છે.સુરતમાં હીરાઉદ્યોગમાં વેપારને લઈને ચિંતાનું મોજું ફરી એક વખત ફરી વળ્યું છે. સુરતના હીરાના કુલ વેપારના 50 ટકાથી વધુ રફ ડાયમંડ બેલ્જિયમ થી આવે છે. ત્યારે નાના હીરા ઉધોગકારોને રફ ડાયમંડનો સ્ટોક મેળવવામાં તકલીફ પડી શકે તેવો મત પણ વ્યક્તિ થઈ રહ્યો છે.

કોરોના મહામારી વચ્ચે હીરાઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.બેલ્જિયમ મોટાભાગે રફ ડાયમંડ માટેનું સેન્ટર ગણવામાં આવે છે અને અંદાજ પ્રમાણે 50 ટકાથી વધુ રફ ડાયમંડનો સ્ટોક ત્યાંથી આવતો હોય છે. દિવાળી બેલ્જિયમમાં જાહેર થયેલા. સુરત માટે માઠા સમાચાર.

લોકડાઉન ને કારણે ભારતમાં થતાં વેકેશન દરમિયાન જ હીરાઉદ્યોગકારોએ રફ ડાયમંડ લેવા માટે જતા હોય છે તે હવે જઈ શકશે નહીં.મોટાભાગે આફ્રિકા અને રશિયા થી રફ ડાયમંડ બેલ્જીયમ આવે છે અને ત્યાંથી મુંબઇ અને સુરત રફ ડાયમંડ આવતા હોય છે.

જોકેનાના ઉધોગકારોને રફ ડાયમંડ મેળવવામાં મુશ્કેલી પણ થઈ રહી છે. હીરા ઉદ્યોગકારો દ્વારા એક આશાવાદ જાહેર કરાયો છે કે, લોકડાઉન પછી સુરતમાં હીરા બજારમાં એક માસ સુધી રફ ડાયમંડ નહિ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓ રફ નહિ ખરીદી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *