AHMEDABAD GUJARAT

વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો પહેલા અમદાવાદ કોંગ્રેસમાંથી આવ્યા આ મોટા સમાચાર-જાણો વિગતે

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શુક્રવારે શહેર કોંગ્રેસ સમિતિએ ભોજન એક સંકલન બેઠક નો બહિષ્કાર કરતા હોય તેમ કેટલાક મોટા આગેવાનો ગેર હાજર રહ્યા હતા.બિહારનો ચાર ધરાવતા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ બિહારની ચૂંટણી સમયે કોરોના માં સપડાયા છે.આ વખતે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંને એકબીજાને સમાન ટક્કર આપી રહ્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણી નું પરિણામ થોડા દિવસો દૂર છે.

બેઠકમાં અપેક્ષિત બે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ તથા ઈમરાન ખેડાવાલા, પૂર્વ શહેર પ્રમુખ ચેતન રાવલ, પંકજ શાહ, પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર પટેલ સહિત આગેવાનોએ હાજરી નહીં આપતા વર્તમાન શહેર પ્રમુખ શશીકાંત પટેલ હૈયા વરાળ ઠાલવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચૂંટણી સમયે પક્ષની આંતરિક જૂથબંધી સપાટી ઉપર આવી ગઈ છે.પેટા ચૂંટણીના પરિણામોની હવે થોડાક જ દિવસની વાર છે.ત્યારે અમદાવાદ કોંગ્રેસમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *