GUJARAT SURAT

સુરતની સરકારી કચેરીની બહાર દારૂબંધીના ઉડયા ધજાગરા-જાણો વિગતે

આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત શહેરમાં છે ત્યારે ગઈકાલે જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નાનપુરા બહુમાળીની સરકારી કચેરીઓ આવી છે ત્યાં બીયરની ખાલી બોટલો એ પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા કર્યા છે.

સુરત અને સંખ્યાબંધ સરકારી કચેરીઓ છે તેવી બહુમાળી કચેરીની દીવાલને અડીને કેટલાક લોકો બિયરની ખાલી બોટલો મૂકી ગયા છે. સરકારી કચેરીની દીવાલ ને અડીને મુકાયેલી આ બોટલ પોલીસને દારૂબંધીનો અમલ કરાવવા માટે પડકાર ફેંકી રહી હોય તેવા છે.

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા જાહેર માં ફટાકડા ફોડવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડી દીધું છે તેના અમલ અંગે અસમંજસની સ્થિતી છે. જોકે ગૃહ વિભાગ દ્વારા જે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કેટલાક જાહેરનામાનો અમલ ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. તેથી આ ફટાકડા ફોડવાના પ્રતિબંધને અમલ કરવો પ્રતિસાદ મળે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

સુરતના બહુમાળી બિલ્ડીંગ ખેંચ્યા સંખ્યાબંધ સરકારી કચેરીઓ આવેલી છે. આ બિલ્ડિંગની નજીક જ દારૂબંધીના અમલના ધજીયા ઉડતા જોવા મળ્યા છે. પહેલા પોલીસ કમિશનર અને દારૂબંધી ની કચેરી હતી તે બહુમાળી બિલ્ડિંગની દીવાલને અડીને કેટલાક લોકો બિયર ની ખાલી બોટલ મૂકી ગયા હતા. કેટલાક લોકો દારૂની જયાફત ઉડાવીને ખાલી બોટલ સરકારી કચેરીની બિલ્ડીંગની બાજુમાં મુકી ગયાં છે.

આજે મુખ્યમંત્રી સૂરત આવી રહ્યા છે ત્યારે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. તેમ છતાં પણ કેટલાક લોકો પોલિસને પડકાર આપતા હોય તેમ મુખ્યમંત્રીના આગમન પહેલા પોલીસની કામગીરીને પડકાર ફેંકતા હોય કેવી રીતે જાહેર રસ્તા પર ખાલી બિયરની બોટલો મૂકીને જતા રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *