Uncategorized

સતત સાત સપ્તાહના ઘટાડા પછી અચાનક કોરોનાના કેસમાં થયો વધારો,દેશનું આ રાજ્ય અત્યંત ભયજનક સ્થિતિમાં

દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ગત સપ્તાહે 3 લાખ 24 હજાર 542 કેસ નોંધાયા. આ એના પહેલાંવાળા સપ્તાહની તુલનામાં 5176 વધુ રહ્યા. આ પહેલાં સાત સપ્તાહથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો હતો, પણ ગત સપ્તાહે 4011 લોકોનાં મોત થયાં, જેમાં આના પહેલાંવાળા સપ્તાહની તુલનામાં 422નો વધારો નોંધાયો છે.

દેશમાં રવિવારે 46 હજાર 660 કેસ નોંધાયા. 48 હજાર 369 દર્દી સાજા થયા અને 490 દર્દીનાં મોત થયા. દેશમાં અત્યારસુધીમાં 85.53 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 79.15 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.26 લાખ દર્દીનાં મોત થયાં છે અને 5.09 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

આખાય દેશમાં કોરોનાના કેસ ઘટતા જઈ રહ્યા છે, તો આ તરફ દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે, રાજધાનીમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. દરરોજ 7 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા. વધી રહેલા પ્રદૂષણ અને કોવિડ-19ના વધતા કેસને કારણે હોસ્પિટલ પર ભારણ વધી ગયું છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક વખત ફરી રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર સહન નહીં કરી શકાય. કોરોનાના કેસમાં ઘટાડાને કારણે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે, પણ એનો અર્થ એ નથી કે કોરોના સમાપ્ત થઈ ચૂક્યો છે.
રેલવેએ પશ્વિમ બંગાળમાં 11 નવેમ્બરથી સબ અર્બન સર્વિસીઝ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતુંકે કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરતાં રેલવે 696 સબ અર્બન ટ્રેનને શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *