GUJARAT

ફાઇનાન્સ કંપનીમાં લૂંટારાઓએ માત્ર થોડીક મિનિટોમાં કરી આટલા કરોડની લૂંટ-જાણીને ચોંકી જશો

અંકલેશ્વરની ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ લિમિટેડ (IIFL) માં 282 ગ્રાહકોએ ગિરવી મૂકેલા રૂા. 3.29 કરોડના સોનાના દાગીના અને રોકડ રૂા. 1.79 લાખ મળી રૂા. 3.31ની મતાની લૂંટ ચલાવી ટોપી-માસ્ક ધારી લૂંટારાઓ 6 કર્મચારીને બંધક બનાવી ફરાર થઇ ગયા હતાં. ભરૂચમાં પહેલીવાર 6.866 કિલો સોનાની લૂંટને અંજામ આપ્યા બાદ લૂંટારાઓ મુખ્ય ગેટને લોક કરી રોડ ક્રોસ કરી કારમાં બેસી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારાઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારાઓ કર્મચારીઓને બંધૂકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારાઓના હાથમાં બંધૂક અને એક લૂંટારાના હાથમાં ચાકુ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવાળીની ખરીદીના માહોલ વચ્ચે અંકલેશ્વરના ભરચક વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સમાંથી બંધૂક અને ચાકુની અણીએ 4 લૂંટારાઓએ રૂા. 3.31 કરોડની લૂંટ ચલાવી હતી. લૂંટમાં 282 લોકોએ ગિરવી મૂકેલું 6 કિલો 866 ગ્રામ સોનું ગયું હતું. પ્રીપ્લાન્ડ લૂંટનો ઘટના ક્રમ જોતાં સવારે 9 વાગ્યાથી જ લૂંટારાઓએ રેકી કરી હતી. 9.17 મિનિટથી 9.28 મિનિટ એટલે 11 મિનિટમાં લૂંટારાએ ખેલ પાડ્યો હતો. સવારે ટ્રાફિક-પોલીસ સિવાયના પોલીસકર્મીઓ રોડ પર ન હોય તેમજ કોમ્પલેક્સમાં નીચે આવેલી દુકાનો ખૂલી રહી હોવાથી લોકોની અવરજવર પણ ઓછી હોઇ આ સમયે જ લૂંટને અંજામ આપ્યો હતો. લૂંટમાં જાણભેદુ હોવાની શક્યતા પ્રબળ છે.

બ્રાન્ચમાં મેનેજર ધર્મેશ પઢિયાર, ગોલ્ડ વેલ્યુઅર રીટાબહેન ભગવાનભાઇ સોલંકી, સફવાન શેખ, વલ્લરી રાવલ, અને દિવ્યાબહેન પરમાર ઉપરાંત સિક્યોરિટી ગાર્ડ કમમેશ હાજર હતાં. વલ્લરી અને દિવ્યાબહેનને ધક્કો મારીને પ્રવેશેલા લૂંટારાએ છરો કાઢી તમામના મોબાઇલ લઇ લીધા હતા, જ્યારે અન્ય એક લૂંટારાએ પિસ્તોલ બતાવી હિન્દીમાં લોકર કી ચાવી કીસ કે પાસ હૈ તેમ કહી મેનેજર ધર્મેશ પઢિયારને માર ડાલુંગા એવી ધમકી આપી હતી. મેનેજરે ચાવી મારી પાસે છે, કશું કરતા નહીં એ કહેતાં તેણે દરવાજો ખોલવા કહ્યું હતું. ઓટીપી વગર સ્ટ્રોંગરૂમનો દરવાજો નહીં ખૂલે તેમ કહેતાં એક લૂંટારાએ મોબાઇલ આપ્યો હતો. મેનેજરે મુંબઇની બ્રાન્ચમાંથી ઓટીપી મગાવ્યો હતો. ત્યાર બાદ લૂંટારાએ રીટાબહેન સાથે લોકરની કેબિનમાં જઇ ઓટીપીથી દરવાજો ખોલી બંને પાસે ચાવી વડે લોક ખોલ્યું હતું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

One Reply to “ફાઇનાન્સ કંપનીમાં લૂંટારાઓએ માત્ર થોડીક મિનિટોમાં કરી આટલા કરોડની લૂંટ-જાણીને ચોંકી જશો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *