GUJARAT INDIA

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની મતગણતરી શરૂ,આ બેઠકો ઉપર બીજેપી આગળ-જાણો વિગતવાર

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે.

8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે. બેલેટપેપર ગણતરીમાં ભાજપ 7 બેઠકો અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 8 બેઠકો માટે 25 મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની ગણતરી થશે. 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત છે.

ગુજરાતમાં અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ ચૂંટણી રસપ્રદ એટલે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ.

તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા – આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ પૈકી કેટલાકને મેદાનમાં ઉતાર્યા તો સામે કૉંગ્રેસે પક્ષપલટુ નેતાઓને જાકારો આપવાનો મુદ્દો પ્રચારમાં જાળવી રાખ્યો. આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે ‘પક્ષપલટુ નેતાઓ’ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *