GUJARAT

પોતાને થયેલ આ અન્યાય સામે પરિવારના લોકો ઊંચી ટાંકી પર ચઢી ગયા અને પછી…

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ- બનારસમાં એક પરીવાર દ્વારા હાઇ વોલ્ટેજ ડ્રામાએ ચકચાર મચાવી હતી. પોતાને થયેલા અન્યાય સામે લોકો અને સરકારનું ધ્યાન દોરવા માટે પરીવારના સભ્યો પાણીના ટાંકા પર ચડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પરીવારના ૫ લોકો ૫૦ કલાક સુધી પાણીની ટાંકી પર રહયા હતા.જયારે સ્થાનિક પ્રશાસનને આની જાણકારી મળી ત્યારે એનડીઆરએફ અને પોલીસ ફોર્સે પરિવારને સમજાવીને નીચે ઉતાર્યો હતો. ન્યાય માટે આવેલા હરદોઇના પરીવારે આત્મહત્યાની ધમકી આપી હોવાથી સૌના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

વિગત એવી છે કે હરદોઇમાં રહેતા વકીલ વિજયપ્રતાપ અને તેમના પરીવારે શારીરિક અને માનસિક અત્યાચારના કારણે પોતાનું વતન છોડી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી ગામ છોડયા બાદ બનારસમાં રહેતા હતા. બે દિવસ પહેલા જ બનારસના બેલી ગામની ટાંકી પર એક પરીવાર આત્મહત્યા માટે ચડયો હોવાની વાત વાયરલ થઇ હતી. તેનો વીડિયો ઉતારીને ઘણાએ સોશિયલ ગુ્પમાં પહોંચાડયો હતો. આ પરીવાર સરકાર વિરોધી નારા પણ લગાવતો હતો પરંતુ તેમને કોના તરફથી અને શું અન્યાય થયો છે તે વિગતે જાણવા મળતું ન હતું પરંતુ જમીન વિવાદ અને કિડનેપિંગ બાબતે પરીવારે ન્યાયની માંગણી સાથે ટાંકી પર ચડવાનો માર્ગ અપનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *