GUJARAT

રાજ્યમાં S.T બસોના મુસાફરો માટે સરકાર તરફથી આવ્યા મોટા સમાચાર-જાણો વિગતે

એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં દેશભરમાં પ્રથમ એવી બીએસ-૬ મોડલની નવી ૧,૦૦૦ બસો ખરીદીને ઇનહાઉસ બોડી બિલ્ડિંગ કરીને ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં રોડ પર સંચાલનમાં મૂકી દેવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ૫૦ ઇલેક્ટ્રીક બસો ભાડે રાખીને અમદાવાદ-ગાંધીનગર, અમદાવાદ-વડોદરા અને રાજકોટ-જામનગર વચ્ચે દોડાવાશે.

એસ.ટી.નિગમના મેનેજિંગ ડાયરેક્ટર એચ.જે.હૈદરના જણાવ્યા મુજબ પ્રદુષણ ઘટાડવા માટે એપ્રિલ ૨૦૨૦માં એમિસન નોમ્સ નક્કી કરાયા છે તેના આધારે બીએસ-૬ મોડલની બસો ખરીદવી ફરજિયાત છે. રાજ્ય સરકારે ગત જુલાઇ માસમાં જ તેની મંજૂરી આપીને રાજ્યમાં આ મોડલની નવી ૧,૦૦૦ બસો ખરીદવાની મંજૂરી આપી છે.

નવી બસો માટે કુલ ૨૪૦ કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જ્યાં હવે આ મોડલની બસો રોડ પર દોડતી જોવા મળશે. બસોના ચેસીસ ખરીદીને બસ બોડી નરોડાના વર્કશોપમાં જ બનાવવામાં આવશે.

પ્રદુષણ ઘટાડવા માટે લેવાયેલા બીજા મહત્વપૂર્ણ નિર્ણયમાં એસ.ટી.નિગમ સૌપ્રથમવાર ઇલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકનાર છે. જેમાં બસો ભાડેથી લઇને સંચાલનમાં મૂકાશે તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ ગઇ છે. ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં બસો રોડ પર દોડતી થઇ જશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ઇલેક્ટ્રીક બસો સંચાલનમાં મૂકવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ બનશે.

આ માટે જેતે રૂટ પર પુરતા ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા ગોઠવવાની કામગીરી હાથ ધરાઇ છે. મેનેજિંગ ડાયેરક્ટના જણાવ્યા મુજબ એસ.ટી.નિગમની કાયાપલટ કરવાની કવાયત હાથ ધરાઇ છે. લોકડાઉનના કારણે નિગમને કરોડોનું નુકશાન થયું છે. તેમ છતાં એકપણ કર્મચારીનો પગાર કપાયો નથી. લોકડાઉન દરમિયાન એસ.ટી.નિગમે ૨૪,૦૦૦ ટ્રીપો મારીને ૭ લાખ પ્રરપ્રાંતિય મજૂરોને તેમના વતન પહોંચાડયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *