DELHI

દેશની રાજધાનીમાં સૌથી પહેલી વાર એક જ દિવસમાં આવ્યા આટલા હજાર કેસ-જાણીને ચોંકી જશો

તહેવારની સિઝનમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો નોંધાય રહ્યો છે. બુધવારે પહેલીવાર થયું જ્યારે છેલ્લા 24 કલાકમાં 8 હજારથી વધારે લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાં છે.રાજધાની દિલ્હીમાં પહેલીવાર એક દિવસમાં 8 હજારથી વધારે નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બુધવારે કુલ 8593 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યાં 4,59,975 થઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 7264 દર્દીઓ સ્વસ્થ પણ થયાં છે. અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 4,10,118 સ્વસ્થ થઈ ચુક્યાં છે.

આ સિવાય એક દિવસમાં કુલ 85 દર્દીઓએ દમ તોડ્યો છે. મોતના આંકડા છેલ્લા 5 મહિનામાં સૌથી વધારે છે. એક દિવસમાં થયેલા મોતનો આ સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં અત્યાર સુધીમાં 7228 દર્દીઓના મોત થઈ ચુક્યાં,દિલ્હીમાં એક્ટિવ કેસની સંખ્યા 42,629 થઈ ચુકી છે. જે અત્યાર સુધીની સૌથી વધારે છે. કોરોનાના કંટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 4016 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 64,121 ટેસ્ટ થયાં છે. એક દિવસમાં થતા કુલ ટેસ્ટનો આ સૌથી મોટો આંકડો છે.

દિલ્હીમાં સંક્રમણ દર 13.4%, રિકવરિ રેટ 89.16%, એક્ટિવ દર્દીનો દર 9.26%, કોરોના ડેથ રેટ 1.57% છે. રાજ્યમાં કુલ 24,435 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધીમાં કુલ 52,62,045 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 86 લાખને પાર પહોંચી ગઈ છે. બુધવારે એક દિવસમાં 44,281 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા એક દિવસમાં 512 દર્દીઓના મોત થયાં છે. નવા કેસ સામે આવ્યા બાદ કુલ કેસ 86,36,011 થઈ ગયા છે. જોકે સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ 80 લાખને પાર થઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં કુલ સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા 50,326 છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી 80,13,783 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યાં છે. જ્યારે કુલ 127,571 દર્દીઓના મોત થઈ ચુક્યાં છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *