GUJARAT

વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખી રાજ્યમાં ફરી થશે લોકડાઉન?-જાણો નીતિન પટેલે શું કહ્યું

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવતાં રાજ્યમાં કોરોનાને નાથવા માટે ફરી લોકડાઉન લાદવાંમાં આવશે એવી અટકળો શરૂ થઈ છે. તહેવારોમાં માર્કેટમાં સામાન્ય રીતે લોકો બહાર નીકળતા હોય છે તેના કારણે સંક્રમણ વધ્યું છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાના કેસો વધતાં રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં તેવા સવાલના જવાબમાં જણાવ્યું કે, હાલમાં લોકડાઉન લાદવાની કોઈ વિચારણા નથી પણ જરૂર પડશે તો કોરોનાના કેસોને નાથવા માટેનાં આકરાં પગલાં લઈને વ્યવસ્થા વધારીશું. દિવાળી બાદ સ્કૂલો પણ ચાલુ થશે અને ઓડ ઇવન સિસ્ટમ રાખી છે. હાલમાં પહેલા 9 થી 12 સુધી જ કલાસ ચાલુ કરવાના છે. એ સ્થિતિ પર પણ સરકાર નજર રાખી રહી છે. લોકડાઉન લાદવાની હમણાં કોઈ વિચારણા નથી.

ગુજરાતમાં કોરોનાના કેસ સતત કેસ વધી રહ્યા છે તેથી નવા વર્ષમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. આ કારણે નવા વર્ષના પહેલા દિવસે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોના સામેની લડતમાં વ્યસ્ત રહ્યા હતા. તેમણે હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *