GUJARAT INDIA

રાજ્યમાં ફરીથી કરાશે લોકડાઉન? આ અંગે રૂપાણી સરકારે કરી મોટી જાહેરાત-જાણો વિગતે.

આ અંગે ગુજરાત સરકારના અધિક મુખ્ય સવિચ ડો.રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ લોકડાઉનનું સરકારનું કોઈ આયોજન નથી. લોકડાઉનની વાતો અફવા છે અને તદ્દન પાયાવિહોણી છે.

ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્યમાં ફરીથી લોકડાઉન અંગેના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આ અંગે ગુજરાત સરકારે સ્પષ્ટતા કરી છે અને ફરી લોકડાઉનની વાતને અફવા ગણાવી છે.

આ અંગે ગુજરાત સરકારના અધિક મુખ્ય સવિચ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ લોકડાઉન અંગે સરકારનું કોઈ આયોજન નથી. લોકડાઉનની વાતો અફવા છે અને તદ્દન પાયાવિહોણી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *