INTERNATIONAL

કોરોનાની રસી આવતાની સાથે કેટલી હશે તેની કિંમત-જાણો અહીં

એક કાર્યક્રમમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનાં સીઈઓ આદર પૂનાવાલાએ રસી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે કોરોના રસી આવવામાં ફક્ત 3-4 મહિનાનો સમય લાગશે. આ સાથે પૂનાવાલાએ રસીની સંભવિત કિંમત વિશે પણ માહિતી આપી,તેમણે વધુમાં કહ્યું કે, ” એપ્રિલ-મેમાં કોઈએ વિચાર્યું પણ ન હતું કે આ રસી આટલી જલ્દી બનાવવામાં આવશે. આ રસી વૃદ્ધો પર પણ ખૂબ સારા પરિણામ આપે છે.

આ વેક્સિનની કિંમત લગભગ 500-600 રૂપિયાની આસપાસ હશે, જો કે સરકાર વિપુલ પ્રમાણમાં તેને ખરીદશે તો તેને ઓછી કિંમતે મળશે, તેઓ ખુબ ઝડપથી દર મહિને 10 કરોડ ડોઝનું ઉત્પાદન શરૂ કરશે, તેમણે કહ્યું કે જુલાઇ સુધી ભારતને વેક્સિનનાં 30-40 કરોડ ડોઝ મળી શકે છે.

સીરમ ઇન્સ્ટિટ્યૂટ બ્રિટનની એસ્ટ્રોજેનિકાની સાથે ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની રસી તૈયાર કરી રહ્યું છે. કોરોના વાયરસ રોગચાળો દુનિયાભરમાં એક વર્ષથી કહેર વરસાવી રહ્યો છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ, લોકડાઉન વગેરે જેવા વિવિધ પગલાં લીધા પછી હવે સરકાર માત્ર રસીની આશા રાખી રહી છે. ભારતમાં પણ સંખ્યાબંધ કોરોના રસી પર કામ ચાલી રહ્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *