AHMEDABAD GUJARAT

અમદાવાદમાં સરકારી આંકડાઓ મુજબ કોરોનાના કેસ વધ્યા નથી, તો પછી કફર્યુ કેમ? – જાણો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદમાં ફરી ત્રણ દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. બીજી તરફ અમદાવાદમાં 6 દિવસમાં 1265 કેસ સામે 1233 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લાં 6 દિવસમાં નજીવા કેસ વધ્યા હોવા છતાં તંત્રના આ તઘલખી નિર્ણય સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સરકાર ડેટા ગેમ રમીને પ્રજાને ભ્રમમાં રાખવા માંગતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સરકારી આંકડા મુજબ છેલ્લાં 6 દિવસથી કોરોનાના કેસ વધ્યા નથી તો પછી કર્ફ્યૂ કેમ લાદવામાં આવ્યો છે? ખરેખર અમદાવાદમાં કેસ વધ્યા છે તો આંકડા કેમ ઓછા દેખાડવામાં આવી રહ્યા છે? દિલ્હીમાં સાત હજારથી વધુ કેસ છતાં કર્ફ્યૂ નથી તો અમદાવાદમાં કેમ? શું અમદાવાદની સ્થિતિ દિલ્હી જેવી બદતર થઈ ગઈ છે? ખરેખર કેસ વધ્યા છે તો આંકડા જાહેર કરવામાં શેનો ડર લાગે છે? આવા અનેક સવાલોના જવાબ જનતા તંત્ર પાસે માંગી રહી છે.

14 નવેમ્બરથી 19 નવેમ્બર સુધીના 6 દિવસમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા જોઇએ તો 14 નવેમ્બરે 198 કેસ શહેરમાં આવ્યા હતા. ત્યારબાદ દરરોજ 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં 19 નવેમ્બરે શહેરમાં 230 કેસ નોંધાયા છે. એટલે કે આ 6 દિવસમાં શહેરમાં 1265 કેસ નોંધાયા છે. જ્યારે 1233 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *