Uncategorized

દેશમાં કોરોનાની વેક્સિનને લઈને પીએમ મોદીએ કર્યો સ્પષ્ટ ખુલાસો-જાણો વિગતે

દેશમાં કોરોના વેક્સિનના આગમનની અને તેની કિંમતો અંગે થઈ રહેલી ચર્ચાઓ અને અટકળો વચ્ચે આજે પીએમ મોદીએ વેકિસનને લઈને બહુ મોટુ નિવેદન આપ્યુ છે.

તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન ક્યારે આવશે તે આપણે નક્કી કરી શકીએ તેમ નથી.આ બાબત વૈજ્ઞાનિકોના હાથમાં છે.કેટલાક લોકો આ મુદ્દે રાજનીતી પણ કરી રહયા છે અને તેમને રાજનીતિ કરતા રોકી શકાય નહીં એટલે તેમને રાજનીતિ કરવા દેવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, વેક્સિન જ્યારે પણ બજારમાં આવે તો કોરોનાનો સામનો કરી રહેલા ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેક્સિન માટે પ્રાથમિકતા અપાવી જોઈએ.કેન્દ્ર અને રાજ્યોએ ભેગા મળીને કામ કરવુ પડશે.સાથે સાથે તેમણે ખાતરી આપી હતી કે, વેક્સિન ઉપલબ્ધ કરાવવાની કામગીરી પારદર્શી હશે.

તેમણે કહ્યુ તુ કે, કોરોનાની લડાઈમાં જો મુખ્યમંત્રીઓ કોઈ સૂચન આપવા માંગતા હોય તો આપી શકે છે.દેશમાં ટેસ્ટિંગ નેટવર્ક કામ કરી રહ્યુ છે.હોસ્પિટલોને ઓક્સજિન સપ્લાય આપવાનુ કામ ચાલી રહ્યુ છે.આપણી પાસે હવે આંકડા છે ત્યારે પૂરી તૈયારી કરવી પડશે.કોરોનાની શરુઆતમાં લોકો ડરતા હતા અને એક બીજા પર શંકાની નજરે પજોતા હતા પણ હવે લોકો કોરોનાને લઈને ગંભીર થઈ રહ્યા છે.

2 Replies to “દેશમાં કોરોનાની વેક્સિનને લઈને પીએમ મોદીએ કર્યો સ્પષ્ટ ખુલાસો-જાણો વિગતે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *