GUJARAT INDIA

રાજ્યમાં કોરોનાને નાથવા રૂપાણી સરકાર લેશે આ મહત્વનો નિર્ણય-જાણો વિગતે

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા બધા જ મુસાફરોને લઇને રાજ્ય સરકાર નવી ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.

દિવાળીના મોટા પર્વ બાદ રાજ્યમાં કોરોના સતત ફેલાય રહયી છે ત્યારે હવે રાજ્યની રૂપાણી સરકાર કોરોનાને રોકવા કોઈ મહત્વપૂર્ણ પગલાં લેવાની શરૂઆત કરી છે. હવે ગુજરાત સરકાર મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરવાનો નિર્ણય લઈ શકે છે.

હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ કોરોના ટેસ્ટ થયા બાદ જ રાજ્યમાં પ્રવેશ આપવા અંગે વિચારણા કરી શકે છે. અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને લઇને રાજ્ય સરકાર આ એક મહત્વની ગાઇડલાઇન જાહેર કરી શકે છે. તેમજ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો માટે કોવિડ નેગેટીવના ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *